મોરબીઃ રવિવારે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પડી ગયા છે. તેવામાં 400થી વધુ લોકો અત્યારે નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 60 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ શોક વ્યક્ત કર્યો છે. તથા ગુજરાતની રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે ઈન્ક્વાયરી બેસાડવા માટે ટકોર કરી છે. આની સાથે જે ઈજાગ્રસ્તો છે એમની સારવાર માટે પણ જણાવ્યું છે.
ADVERTISEMENT
અશોક ગેહલોતે મોરબી દુર્ઘટના અંગે કહ્યું…
આ ઘણી દુઃખદ ઘટના છે અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આની ઈન્ક્વાયરી બેસાડે. આની સાથે અશોક ગહેલોતે વધુમાં કહ્યું કે આ ઘટના પાછળનું કારણ શું છે એની તપાસ થવી જોઈએ. મીડિયાના અહેવાલો પ્રમાણે મૃત્યુઆંક જે સામે આવ્યો છે એનાથી ઘણુ દુઃખ થયું છે. આના પર તપાસ થવી જોઈએ. મૃતક લોકોના પરિવારજનોને સરકાર સાંત્વના આપે વાતચીત કરે. તથા અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ જ છે એમા જે ઈજાગ્રસ્તો હોય તેમને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ રાખવા જોઈએ. વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું કે સરકારે દોષિતો સામે કડક પગલા ભરવા જોઈએ.
મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.
ADVERTISEMENT