અશોક ગેહલોતે ભાજપ સરકારને ઘેરી, કહ્યું- જનતા સરકારનું અભિમાન તોડશે; AAP સામે પણ કર્યા પ્રહારો

રાધનપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી પ્રચાર અર્થે રાધનપુરમાં સંમેલનનું આયોજન કર્યું હતું. જેમા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર મોંઘવારીથી લઈ અન્ય મુદ્દાઓ…

gujarattak
follow google news

રાધનપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી પ્રચાર અર્થે રાધનપુરમાં સંમેલનનું આયોજન કર્યું હતું. જેમા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર મોંઘવારીથી લઈ અન્ય મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જનતા આ ચૂંટણીમાં સરકારનો ઘમંડ તોડશે. ઉલ્લેખનીય છે કે આ સંબોધન દરમિયાન જગદિશ ઠાકોર અને સિદ્ધપુરના MLA ચંદનજી ઠાકોરે પણ હાજરી આપી હતી.

ગેહલોતે કોવિડ મહામારી મુદ્દે સરકારને ઘેરી
ગુજરાતમાં કોવિડ મહામારી મુદ્દે અશોક ગેહલોતે ભાજપ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે અહીં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભાજપે પોતાની સરકાર જ બદલવી પડી હતી. કોવિડ સમયગાળા દરમિયાન ઓક્સિજનની અછતના કારણે જ લોકો મૃત્યુ પામતા હતા. આ દરમિયાન સરકારે મુખ્યમંત્રી પણ બદલવા પડ્યા હોવાની ચર્ચા કરી હતી.

અશોક ગેહલોતે રાજસ્થાનના સ્વાસ્થ્ય મોડલની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સરકારે આરોગ્ય સેવાઓ ફ્રીમાં કરી છે તથા કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન યોજના પણ લાગૂ કરી દીધી છે. તેવામાં ભાજપ સરકાર અત્યારે અભિમાન કરી રહી છે જેને તોડવાનું કામ ગુજરાતની જનતા કરશે. આની સાથે જ આમ આદમી પાર્ટી પર પણ અશોક ગેહલોતે કહ્યું કે પંજાબમાં તેમની સરકાર નિષ્ફળ ગઈ છે. આની સાથે ગુજરાતમાં કોંગ્રેસ જ મજબૂત હોવાનો દાવો કર્યો છે.

    follow whatsapp