વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર પ્રસારની કામગીરીએ વેગ પકડ્યો છે. આજે રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગુજરાતના પાટણના રાધનપુરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, પેટાચૂંટણીમાં રઘુભાઈએ યોગ્ય નેતા પસંદ કર્યા. અમે નેતા પસંદ કરવામાં ભૂલ કરી હતી.
ADVERTISEMENT
ટિકિટ આપવામાં કરી ભૂલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં નેતાઓના પ્રવાસ અને સભાઓ ગુંજવ લાગી છે આ દરમિયાન હવે કોંગ્રેસે પણ સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. ત્યારે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાધનપુરમાં સભા સંબોધી હતી. આ દરમિયાન અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું કે, રાધનપુરની પેટાચૂંટણીમાં રઘુભાઈ હું તમારો આભાર માનું છું. તમે યોગ્ય નેતા પસંદ કર્યા છે, છેલ્લી વખતે અમે તે ભૂલ કરી હતી. તે સમયે અમારી ભૂલ હતી. રઘુભાઈ પ્રભારી હતા, તે સમયે ટિકિટ મળવી જોઈતી હતી.
ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવશે.
આ જ ગેહલોતે એમ પણ કહ્યું હતું કે અહીં કોંગ્રેસને તક આપો. જેથી લોકોને ખબર પડે કે કોંગ્રેસના શાસનમાં કામ થતું હતું, ફરી એવો સમય આવશે કે કામ થતાં હતા તે ફરી થશે. ગરીબો અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવશે. મોંઘવારી વધી રહી છે અને સરકાર અહમ અને ઘમંડમાં છે. સરકારને કોઈ ફરક નથી પડતો મોંઘવારીથી.
અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર
કેજરીવાલની ગરેન્ટીને પણ પોકળ ગણાવતા કહ્યું કે,તેઓ ખુલ્લા પડી જશે. કેજરીવાલ ક્યારેય કોઈના પર કોઈ ટીપ્પણી કરતા નથી, કેજરીવાલની જીભ પર સંયમ નથી. લોકશાહીમાં આ રીતે નહીં પરંતુ પ્રેમથી વાત કરવામાં આવે છે, સન્માન કરવામાં આવે છે. કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે. અરે પંજાબ લોકોએ જોયું છે, પંજાબમાં સરકાર કામ કરી શકતી નથી
ADVERTISEMENT