સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર સામે હડતાળોનો પડકાર સામે આવ્યો છે. અત્યારે સુરતમાં તમામ આશાવર્કર અને ફેસિલિટેટરો હડતાળ પર ઉતરી આવ્યા છે. નોંધનીય છે કે આ શાખના કર્મચારીઓ પગાર વધારાને લઈને આજે ગુરુવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી આવ્યા છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ જ રાખશે. ઓછા પગારમાં વધુ કામ કરતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો.
ADVERTISEMENT
ફિક્સ પગાર આપવાની માગ સાથે હડતાળ
આશા વર્કર અને ફેસિલિટેટરો દ્વારા ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર આપવાની માગ કરવામાં આવી છે. આ તમામ માગ સાથે તેઓ અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતરી આવ્યા છે. તેવામાં પલસાણા તાલુકાના કારેલી PHC પર આશાવર્કર અને ફેસિલિટેટર વર્કરે રામધૂન બોલાવી હતી.
1500ના પગારમાં 40 કામો કરાવે છે- કર્મચારી
કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું. આ દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું કે અમને 1500 રૂપિયાનો પગાર આપી 40થી વધુ કામ કરાવી રહ્યા છે. વળી કોવિડ જેવી મહામારીમાં પણ આશા વર્કર બહેનો પાસે કામગીરી કરાવી હતી છતા તેમના પર સરકારે કઈ ખાસ ધ્યાન ન આપ્યું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
ADVERTISEMENT