ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ખૂલી પોલ, ધો.8માં ભણતા 48 ટકા વિદ્યાર્થીઓને વાંચવામાં પણ ફાં-ફાં

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન દેશભરમાં બે વર્ષ સુધી સ્કૂલો બંધ રહી હતી અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. જેના કારણે ગ્રામિણ વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓના અભ્યાસને…

gujarattak
follow google news

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન દેશભરમાં બે વર્ષ સુધી સ્કૂલો બંધ રહી હતી અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. જેના કારણે ગ્રામિણ વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન થયું હતું. ત્યારે એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) દ્વારા 2022ના રિપોર્ટે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. જે મુજબ રાજ્યના ધોરણ 8ના 68 ટકા બાળકોને ભાગાકાર કરતા નથી આવડતું.

ધો.8ના 68 ટકા વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતા
આટલું જ નહીં અગાઉ ધો.8ના 73ના બાળકો ગુજરાતી સ્પષ્ટ વાંચી શકતા હતા, જે 2022માં ઘટીને 52 ટકા થઈ ગઈ. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મહામારી પહેલા આ 73 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચી શકતા હતા. જોકે કોવિડના કારણે ઓનલાઈન અભ્યાસ થઈ જતા હાલ માત્ર 52 ટકા બાળકો જ એવા છે જે વાંચી શકે છે. ગણિતમાં ધો.8ના 31 ટકા અને ધો.5ના 18 ટકા બાળકોને જ ભાગાકાર આવડે છે. જે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહી છે.

આ પણ વાંચો: શિસ્ત ભંગ મામલે કોંગ્રેસ ભાજપના રસ્તે, 38 કાર્યકર્તા-આગેવાનોને કર્યા સસ્પેન્ડ

ધો.3ના 80 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડી નથી વાંચી શકતા
રિપોર્ટ મુજબ, દેશભરની ગ્રામિણ વિસ્તારની સ્કૂલોમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓમાં વાંચવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. ધોરણ 3ના 20.5 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ 2ના પુસ્તકો વાંચી શકવામાં સક્ષમ છે. અંક ગણિતની ક્ષમતામાં પણ ગુજરાત બીજા ક્રમે ઘકેલાઈ ગયું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ-હત્યા કેસ, મર્ડર કરીને બહાર આવતા પતિને જોનારા ગાર્ડે શું ખુલાસો કર્યો?

7 લાખ વિદ્યાર્થીઓ પર સર્વે કરાયો
એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન દ્વારા 616 જિલ્લાના 19 હજારથી વધુ ગામોમાં 17 હજારથી વધુ સ્કૂલોમાં 6થી 14 વર્ષની ઉંમરના 7 લાખ બાળકો પર સર્વે કરવામાં આવ્યો હતો. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટને 18મી જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો હતો.સર્વેમાં દેશના 28 રાજ્યોમાંથી 9 રાજ્યોમાં 2010 બાદની સુવિધા ઓછી થઈ છે, તેમાંથી એક ગુજરાત પણ છે.

    follow whatsapp