અમદાવાદ: ભાજપ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય, હિંસા ભડકાવનારા અને સરકારી અને પ્રાઈવેટ મિકલતોને નુકસાન પહોંચાડનારાની પ્રોપર્ટી જપ્ત કરવા અંગે કાયદો લાવવાની વાત કરવામાં આવી છે. ત્યારે ભાજપના આ ચૂંટણી ઢંઢેરા પર AIMIMના ચીફ અસદિદ્દીન ઓવૈસી લાલઘુમ થયા હતા.
ADVERTISEMENT
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે શું કહ્યું?
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમારી પાર્ટી યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ છે કારણ કે તે અલ્પસંખ્યક સમાજ, આદિવાસીઓ, દલિતો માટે યુનિફોર્મ સિવિલ કોડ હશે અને મેજોરિટી માટે તે હિન્દુ કોડ હશે. આર્ટીકલ 29 હેઠળ મને મારા કલ્ચરનો રાઈટ છે, ભાજપ આ કલ્ચરના રાઈટને છીનવી ન શકે. યુનિફોર્મ સિવિલ કોડ ભાજપની પોતાની નિષ્ફતા છુપાવવાનો કાયદો છે.
સાથે જ તેમણે તોફાનીઓની પ્રોપર્ટી જપ્ત કરવાનો કાયદો લાવવા વિશે કહ્યું, તો નરોડા પાટીયાનો દોષિત ભાજપ માટે વોટ માગી રહ્યો છે, તેના માટે શું કરશો તમે? જે બાળકોને રોડ પર લાવીને મારવામાં આવ્યા તે કાયદાનું શું કરશો તમે? બિલકિસ બાનોના દોષિતોને છોડી દીધા તે કાયદાનું શું કરશો તમે?
મહિલાઓને નોકરીના વાયદા પર શું કહ્યું?
મહિલાઓને 1 લાખ નોકરી આપવા પર તેમણે કહ્યું, અહીં 20 ટકા યુવાનોમાં બેરોજગારી છે. તમે શિક્ષકોની 19000 પદોમાંથી 2000 પદનું નોટિફિકેશન આપ્યું તે પણ ચૂંટણી બાદ. મુસ્લિમોની નોકરીની ટકાવારી 7થી 1 ટકા થઈ ગઈ. તેના પર જણાવો તમે. દરેક બાબતે ભાજપ નિષ્ફળ થઈ રહ્યું છે.
ADVERTISEMENT