ગાંધીનગર: ગુજરાતમાં વાવાઝોડાને તંત્ર એક્શન મોડ છે. સંભવિત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી સતત રાજ્યની પરિસ્થતિ પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન રાહત કમિશ્નર આલોક પાંડેએ વાવાઝોડાને લઈ જણાવ્યું હતું કે, લેન્ડ ફોલ સમયે વાવાઝોડાની ગતિ ઘટશે. અગાઉ 125 થી 145 હતી તે હવે ઘટી ને 115 થી 120 પ્રતિ કલાકની હશે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર સતત એક્શન મોડ પર છે. રાજ્યની તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાને લઈ રાજ્યમાં 95 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિને લઇને રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું છે કે, લેન્ડ ફોલ સમયે વાવાઝોડાની ગતિ ઘટશે. અગાઉ 125 થી 145 હતી તે હવે ઘટી ને 115 થી 120 પ્રતિ કલાકની હશે. આજે રાત્રે 9 વાગ્યા આસપાસ વાવાઝોડુ લેન્ડ ફોલ થાય તેવુ અનુમાન છે.
રાજ્યમાં 95 હજાર લોકોનું સ્થળાંતર
રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાએ ફરી એક વખત દિશા બદલી છે. તેમણે કહ્યું કે, થોડું નોર્થ તરફ વાવાઝોડુ ટર્ન થયું છે. સ્થળાંતરને લઈ માહિતી આપતા કહ્યું કે, 95 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છ મા 46 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકામાં 11 હજાર, જામનગરમાં 9 હજાર, જૂનાગઢમાં 4 હજાર, ગિરસોમનાથમાં 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં NDRF ની આટલી ટીમ તૈનાત
ગુજરાતમાં આજે વાવાઝોડુ લેન્ડફોલ થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતમાં NDRFની ટીમ તૈનાત છે. આ દરમિયાન NDRF ના ડેપ્યુટી કમાન્ડડ અનુપમ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ 18 ટિમો ડિપ્લોઇડ કરવામાં આવી છે. કચ્છમાં સૌથી વધુ 6 ટિમો ડિપ્લોઇડ કરવામાં આવી છે.બહાર રાજ્યોમાં NDRFની સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે તેને ગુજરાત એરલિફ્ટ કરવામાં આવશે.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT