નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું, નલિયા 2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય અહીં કડકડતી ઠંડીથી લોકોએ સ્વેટર પહેરી બહાર જવાનો વારો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય અહીં કડકડતી ઠંડીથી લોકોએ સ્વેટર પહેરી બહાર જવાનો વારો આવ્યો છે. ટાંડી થી બચવા ગરમ કપડાં અને તાપણાનો સહલો લેવો પડે છે. નવા વર્ષથી જ જાણો ઠંડીનો પારો સતત ગગડતો હોય એમ લાગી રહ્યું છે. રાજ્યમાં 15થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઠંડો પવન ફૂંકાતા કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે જ નલિયામાં ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, વાતાવરણ આગળ 5 દિવસ માટે સૂકું રહેશે. ત્યારે  વરસાદની કોઈ સંભાવના નથી.  રાજ્યમાં આજે સૌથી નીચું તાપમાન 2 ડિગ્રી નીલિયમાં નોંધાયું જ્યારે અમદાવાદમાં સિઝનનું પ્રથમ વખત 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન નો પારો 2-3 ડિગ્રી ઊંચકાશે.

 અમદાવાદમાં કાતિલ ઠંડીનો અનુભવ
અમદાવાદમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઠંડા પવન ફૂંકાતા કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. અમદાવાદમાં 10 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આગામી 3 દિવસમાં અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

ગુજરાતના નલિયામાં કોલ્ડ વેવ…
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નલિયામાં 2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન નોંધાયું હતું. આવી રીતે તે સૌથી ઠંડુ શહેર બની ગયું હતું. આ સાથે અંડવાદમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું.  ડિસા અને  પાટણમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp