ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ એક્શન મોડમાં , મહીસાગર જિલ્લાના 27 કાર્યકરોને સસ્પેન્ડ કરાયા

 વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ચૂંટણી દરમિયાન ચૂંટણી દરમિયાન હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.…

gujarattak
follow google news

 વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ચૂંટણી દરમિયાન ચૂંટણી દરમિયાન હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાજપે હવે પક્ષ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે લાલ આંખ કરી છે. ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ ભાજપ એક્શન મોડ પર જોવા મળ્યું છે. મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 27 જેટલા ભાજપના સભ્યોને  સસ્પેન્ડ કર્યા છે.

એક તરફ ભાજપ માંથી ટિકિટ ન મળતા નેતાઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી કરી હતી ત્યારે બીજી તરફ આ ઉમેદવારો સાથે અનેક કાર્યકર્તાઓ પણને વફાદાર ન રહ્યાની વાતો સામે આવી હતી ત્યારે આજે ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ મહીસાગર ભાજપે સસ્પેન્ડ ઓર્ડરનો ઘાણવો કાઢ્યો છે. મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 27 જેટલા ભાજપના સભ્યોને  સસ્પેન્ડ  કર્યા છે. આ 27 કાર્યકર્તાઓ ચૂંટણી દરમ્યાન ભાજપ પક્ષને છોડી અપક્ષ ને મદદ કરતા હતા. ત્યારે આવા કાર્યકર્તાઓ વિરુદ્ધ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા એક્શન મોડમાં આવી તમામને ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ કાર્યકરોને કરવામાં આવ્યા સસ્પેન્ડ 

    follow whatsapp