ચૂંટણી જાહેર થતાંજ BJP, CONGRESS અને AAP ના ચૂંટણી સૂત્રો બદલાયા, જાણો શું છે નવા સૂત્રો

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આજે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કામોને બ્રેક લાગી ચૂકી છે. હવે પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળશે. જનતાને…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આજે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કામોને બ્રેક લાગી ચૂકી છે. હવે પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળશે. જનતાને મનાવવા નેતાઓ સભાઓ ગજવશે. આ દરમિયાન ચૂંટણી સ્લોગન પ્રચાર પ્રસારમાં ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે ત્યારે ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી સ્લોગનમાં ફેરફાર કર્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 8 ડિસેમ્બર એટલે કે પરીણામના દિવસને કેન્દ્રમાં રાખી સ્લોગન ટ્વિટ કર્યા છે.

સત્તાધારી ભાજપ પક્ષનું નવું સ્લોગન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપે ભરોસાની ભાજપ સરકાર સ્લોગનને ફેરવ્યું છે. “કમળ ખિલશે, ભાજપ જીતશે” નવું સ્લોગન જાહેર કર્યું છે.

 

આમ આદમી પાર્ટીનું સ્લોગન
આમ આદમી પાર્ટીએ ચુંટણી જાહેર થતાં જ નવા સ્લોગન સાથે મેદાને ઉતરી છે. એક મોકો કેજરીવાલ સ્લોગન બાદ “ઝાડુ ચાલશે, પરિવર્તન લાવશે” ના સ્લોગન સાથે મેદાને ઉતરી છે

કોંગ્રેસનું નવું સ્લોગન
કોંગ્રેસે સત્તા પર આવવા માટે છેલ્લા 27 વર્ષથી મહેનત કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કરો ય મારો જેવી સ્થિતિ છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં “કોંગ્રેસનું કામ બોલે છે” ના સ્લોગન સાથે મેદાને જોવા મળી હતી ત્યારે હવે “ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર” સ્લોગન સાથે મેદાને જોવા મળશે.

 

    follow whatsapp