અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ના રાજકારણમાં હવે ધર્મઆધારિત રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નવા રાજકીય વળાંકો આવી રહ્યા છે. આ દરમિયાન આજ સવારથી જ ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ કેલાઈ ચૂક્યું છે જેની વચ્ચે આજથી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં વડોદરામાં કેજરીવાલનો વિરોધ થયો અને રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’ લખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી સમયે જોવા મળતો હાઇવૉલ્ટેજ ડ્રામા હવે ચુંટણી પહેલા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજ સવારથી જ અરવિંદ કેજરીવાલના હિન્દુ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલના આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં કેજરીવાલની તિરંગા યાત્રાના માર્ગ પર ‘કેજરીવાલ ગો બેક’ અને ”હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ” લખી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારે ગુજરાતના વિવિધ શહેરોમાં પોસ્ટર લાગ્યા હતા અને તેમ કેજરીવાલ હિન્દુ વિરોધી છે તેમ લખવામાં આવ્યું હતું.
કેજરીવાલના આજના કાર્યક્રમો
આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરના 1.30 કલાકે દાહોદ ખાતે આવેલ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંયુક્ત જાહેરસભા સંબોધશે. આ સાથે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માન સાંજના 4 કલાકે વડોદરા ખાતે શહિદ ભગતસિંહ ચોકથી કીર્તિ સ્તંભ ચોક વડોદરા સુધી તિરંગા યાત્રામાં ભાગ લેશે. આમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનું પુરે પૂરું ફોકસ ગુજરાતની ચૂંટણી પર છે.દિલ્હી અને પંજાબના નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 ઓક્ટોબરે બપોરે 1:00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને સાંજે 4:00 વાગે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે.
ADVERTISEMENT