Exit Polls મુજબ ગુજરાતમાં AAPની સરકાર ન બનવા છતાં કેજરીવાલે કેવી રીતે ભાજપ-કોંગ્રેસની ઊંઘ ઉડાડી?

અમદાવાદ: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાઈ ગયું. મતદાન બાદ વિવિધ ન્યૂઝ ચેનલોનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે.…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાઈ ગયું. મતદાન બાદ વિવિધ ન્યૂઝ ચેનલોનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. મોટાભાગના સર્વેમાં ગુજરાતમાં મોટી બહુમતીથી ફરી ભાજપની સરકાર બનતી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં બંને પાર્ટી સહિત અન્ય રાજકીય પક્ષો માટે કેજરીવાલની પાર્ટી વોટશેરમાં મોટો પડકાર બની શકે છે.

સર્વેમાં AAPને કેટલી સીટ મળી રહી છે?
TV9ના એક્ઝિટ પોલમાં AAPને ગુજરાતમાં માંડ 7થી 10 જેટલી સીટ મળવાનું અનુમાન છે, જ્યારે India Today Axis My Indiaના સર્વેમાં પાર્ટીને 9થી 21 સીટ મળી રહી છે, જ્યારે ABPના સર્વેમાં 3થી 11, રિપબ્લિકના સર્વેમાં 2થી 10, ન્યૂઝ 24-ચાણક્યના સર્વેમાં 11 અને Times Nowના સર્વેમાં 11 સીટ AAPને મળતી દેખાય છે. જોકે વોટશેરમાં તે અન્ય પક્ષો માટે પડકાર રૂપ છે. કારણ કે TV9ના સર્વેમાં 12 ટકા તો India Todayના સર્વેમાં 20 ટકા વોટ શેર મળવાનુ અનુમાન છે. એવામાં કેજરીવાલની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ વધુ અગ્રેસર થઈ શકે છે.

વોટ શેરથી AAP બની શકે રાષ્ટ્રીય પાર્ટી
ચૂંટણી પંચ મુજબ, દેશમાં કોઈ પાર્ટીને ઓછામાં ઓછા ચાર રાજ્યોની વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં 6 ટકા કરતા વધુ વોટ શેર મળે અને આ રાજ્યોમાં તે પાર્ટી ચાર લોકસભા સીટ જીતવામાં સફળ હોય તો આવી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી માનવામાં આવે છે. હાલમાં બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં AAP પાસે 53 અને 42 ટકા વોટશેર છે. જો ગુજરાતમાં AAPને 20 ટકા વોટ શેર મળી જશે તો તેના ત્રણ રાજ્યો થઈ જશે અને ઉત્તરાખંડમાં પણ તેની પાસે 3.5 ટકા વોટશેર છે જે આગામી ચૂંટણીમાં હજુ વધી શકે છે. એવામાં કેજરીવાલની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી શકે છે.

આપની પકડ વધુ મજબૂત થશે
જો આમ થયું તો આમ આદમી પાર્ટી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પોતાની પકડને વધુ મજબૂત બનાવશે અને તેની અસર ભાજપ તથા કોંગ્રેસ બંને પાર્ટીઓને અન્ય ચૂંટણીમાં પણ થઈ શકે છે. તેવામાં હવે 8મી ડિસેમ્બરે જ આ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

 

    follow whatsapp