BREAKING: કેજરીવાલે PM મોદીને પત્ર લખી શુ કહ્યું! ચલણી નોટો પર ભગવાનના ફોટો રાખવાનો પણ ઉલ્લેખ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન સવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન સવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મેં આજે વડાપ્રધાન મોદીજીને પત્ર લખ્યો છે, જેમાં 130 કરોડ ભારતીયો તરફથી નિવેદન કર્યું છે. કેજરીવાલે પત્રમાં ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પ્રિન્ટ કરાવવાની અપીલ કરી છે. ચલો આ લેટરમાં શું લખ્યું છે એના પર વિગતે ચર્ચા કરીએ….

કેજરીવાલે પત્રમાં લખ્યું કે…
દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ઈન્ડિયન કરન્સી પર એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ ગણેશજીની તસવીર પર હોવી જોઈએ એવી અપીલ કરી છે. અત્યારે દેશની અર્થ વ્યવસ્થા ઘણા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. તેવામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત વિકાસશીલ અને ગરીબ દેશોની યાદીમાં આવે છે. આપણા દેશમાં આજે પણ કેમ આટલા બધા લોકો ગરીબ છે અને કેમ?

એક બાજુ આપણે દરેક દેશવાસીઓએ મળીને મહેનત કરવાની જરૂર છે. જ્યારે બીજી બાજુ ભગવાનના આશીર્વાદ પણ આપણને ફળશે. તેવામાં યોગ્ય નીતિ, ભગવાનના આશીર્વાદ અને મહેનતના સંગમથી તરક્કી થશે.

કેજરીવાલે વધુમાં લખ્યું છેકે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર ચલણી નોટો પર હોવા મુદ્દે મેં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. મારા આ નિવેદનને સમર્થન પણ મળી રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી લોકો પણ ઈચ્છે છે કે આને તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવાય.

ગુજરાત પ્રવાસ પહેલા કેજરીવાલનું નિવેદન રહ્યું હતું ચર્ચિત
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણે સુખ સમૃદ્ધિ માટે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીએ છીએ. તો પછી આપણે ચલણી નોટો પર પણ એમની તસવીર હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીનો ફોટો તો રૂપિયાની ચલણી નોટ પર રાખવો જ જોઈએ પરંતુ એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનનો ફોટો પણ હોવો જોઈએ.

અર્થવ્યવસ્થા સુધારવા ગણેશજી-લક્ષ્મીમાતાના આશીર્વાદની જરૂર- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે આપણે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ હોવા જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે. આનાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે. તેથી જ ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની તસવીર પણ રૂપિયાની ચલણી નોટો પર હોવી જોઈએ. હું આ અંગે કેન્દ્ર સરકારને અપિલ કરીશ.

    follow whatsapp