અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા બનાવવા એડી ચોંટીનું જોર કરી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો અને ઓટો કેમ્પેઇનનો પ્રારંભ કર્યો તેમણે રિક્ષા ચાલકોને કેજરીવાલના વિડીયો શેર કરવા કહ્યું.
ADVERTISEMENT
રિક્ષા ચાલકના ઘરે કેજરીવાલ જમશે
ઓટો ડ્રાઇવરો સાથે અરવિંદ કેજરીવાલે સંવાદ કર્યો અને કહ્યું કે, ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવ્યો છે. ખાસ કરીને મીડિયા. અમારી સાથે લોકો છે, બધા લોકો ફોન કાઢીને મારી સ્પીચ રેકોર્ડ કરીને વોટ્સએપ પર શેર કરે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, શું ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધું છે? આજે કેજરીવાલ સાંજે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે રાત્રે કેજરીવાલ ભોજન લેશે.
સારું શિક્ષણ આપીશ
દિલ્હીમાં, અમારી સરકારે કોરોના લોકડાઉન દરમિયાન 1.5 લાખ રિક્ષા ચાલકોના બેંક ખાતામાં બે વાર 5 હજાર રૂપિયા જમા કરાવ્યા છે. ઓટો ચાલકો ગરીબ છે, કેટલા લોકો બાળકોને સરકારી શાળામાં ભણાવે છે? સરકારી શાળામાં શિક્ષણ કેવું છે?ગુજરાતની સરકારી શાળાની હાલત ખરાબ છે. મજબૂરીથી સરકારી શાળાઓમાં બાળકો ભણે છે. જો હું સારું શિક્ષણ આપીશ તો રિક્ષાચાલકનું બાળક ડોક્ટર કે એન્જિનિયર બનશે.
અરવિંદ કેજરીવાલે ભાજપનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કેજરીવાલ માટે કહે છે કે તેઓ ફ્રી રેવડી વહેંચી રહ્યા છે. દરેકને મફત શિક્ષણની જરૂર છે. તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે, અને અમને વિનામૂલ્યે શિક્ષણ આપવા અંગે પ્રશ્ન કરે છે. તેમને મત આપવાનો કોઈ ફાયદો નથી, તમારા બાળકો બરબાદ થઈ જશે, અમને મત આપો તો બાળકોનું ભલું થશે. અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકોને કહ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનાવી આપો, સારી અને મફત સારવાર આપીશું.
હિન્દુ કાર્ડનો કર્યો ઉપયોગ
આ કેવા હિન્દુ છે આપણા હિન્દુ ધર્મમાં કહેવાય છે કોઈ અસ્વસ્થની સારવારથી પુણ્ય મળે છે. આ લોકો ફ્રીમાં સારવાર નહીં આપે. હું તમને ફ્રીમાં સારવાર આપીશ. દરેકને મફત રેવડી જોઈએ છે. તેમના ઘરમાં કોઈ બીમાર પડે તો તેઓ લંડન કે અમેરિકા જઈને સારવાર કરાવે છે. સરકારી દવાખાનામાં મફત સારવાર કરીએ તો ફ્રીની રેવડીનો આક્ષેપ કરે છે. મોંઘવારીથી બધા પરેશાન છે, સારવાર મફત થાય, વીજળી મફત થાય તો રાહત થશે?દિલ્હી પંજાબમાં વીજળી મફત છે. ગુજરાતમાં સરકાર બનાવો, 1 માર્ચથી મફત વીજળી મળશે.
18 વર્ષથી ઉપરની મહિલાને દર મહિને 1000 રૂપિયાની આર્થિક મદદ આપીશુ. પરંતુ ભાઈઓ તમે આ પૈસાનો દારૂ ન પીતા. જો ઘરમાં 3 દીકરીઓ હોય તો દર મહિને 3000 રૂપિયા મળશે. આ ફ્રી રેવડી જોઈએ કે નહીં?. આમ ફ્રીને રેવડીને પણ કેજરીવાલે અલગ મુદ્દો બનાવી દીધો છે. દિલ્હીમાં રિક્ષા ચાલકોના કામ ફોન પર થાય છે, ગુજરાતમાં તમામ લાંચ રૂશ્વત બંધ થશે. સત્તા નહીં આપો તો કેવી રીતે ચાલશે, સરકાર બનાવવી પડશે.
ઓટો કેમ્પેઇન
અરવિંદ કેજરીવાલે ઓટો કેમ્પેઇન લોન્ચ કર્યું અને કહ્યું કે, રિક્ષા ચાલકો વિડીયો ગુજરાતના અન્ય રિક્ષા ચાલકોને મોકલે. જે લોકો ઓટોમાં બેસે તે દિલ્હીમાં કેજરીવાલના કામ ગણવજો. કેજરીવાલ કટ્ટર ઈમાનદાર માણસ છે. અને આ લોકો સ્વિસ બેંકમાં પૈસા લઈ જાય છે. નકલી દારૂ વેચી રહ્યા છે. એક તક આપો, 5 વર્ષમાં ગુજરાત બદલી નાખશે. આમ કેજરીવાલે રિક્ષા ચાલકોને પ્રચાર કરવા માટે વિનંતી કરી અને આમ આદમી પાર્ટીની સરકારના ફાયદા ગણાવ્યા હતા.
ADVERTISEMENT