કેજરીવાલની જનતાને રિઝવવાની પહેલ, ગુજરાતીમાં સંબોધન આપી કહ્યું- મને એક મોકો આપો….

દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ 2 તબક્કામાં મતદાન યોજાશે. તેવામાં ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ…

gujarattak
follow google news

દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ 2 તબક્કામાં મતદાન યોજાશે. તેવામાં ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલે જનતાને રિઝવવાનું શરૂ કરી દીધું છે. તેમણે ગુજરાતી ભાષામાં પ્રજાને સંબોધીને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ જનતાને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડશે એવી આશા વ્યક્ત કરી હતી. આની સાથે જ તેમણે જનતાનો આભાર પણ માન્યો હતો.

કેજરીવાલે ગુજરાતી ભાષામાં જનતાનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી અરવિંદ કેજરીવાલે પરિવર્તન લાવવાની વાત કરી હોવાની સાથે ગુજરાતીઓને રિઝવવા માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં કહ્યું તમે મને તમારો ભાઈ અને પરિવારનો સભ્યો માનો છો એના બદલ આભાર. તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એના માટે તમારો આભાર. હું તમારો ભાઈ બનીને તમારી જવાબદારી સંભાળીશ.

કેજરીવાલે કહ્યું- મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ
અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં વધુમાં કહ્યું કે હું તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. તમારી વીજળી ફ્રી કરી દઈશ, બાળકો માટે સારી શાળાઓ, સારવાર માટે શાનદાર હોસ્પિટલો બનાવીશ. આની સાથે જ તમને અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પણ લઈ જઈશ. બસ હવે એક વાર મને એક મોકો આપો હું જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.

અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો પરિવર્તનનો મુદ્દો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અવશ્ય જીતશે.

    follow whatsapp