Lok Sabha Elections 2024: AAP એ ફરી વધાર્યું 'INDIA ગઠબંધન'નું ટેન્શન, પંજાબની તમામ સીટો પર ઉતારશે ઉમેદવારો

Lok Sabha Elections 2024: AAPએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

 INDIA ગઠબંધનને મોટો ઝટકો

INDIA ગઠબંધનને મોટો ઝટકો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઈન્ડિયા ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો

point

પંજાબમાં એકલા ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી

point

અરવિંદ કેજરીવાલે રહ્યું- ટૂંક સમયમાં જાહેર કરાશે નામો

Lok Sabha Elections 2024: AAPએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, ત્યારે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબની તમામ લોકસભા સીટો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. દિલ્હીના સીએમએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં તમામ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

 

એક પખવાડિયામાં ઉમેદવારોની કરાશે જાહેરાતઃ કેજરીવાલ

 

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે તેમની પાર્ટી પંજાબમાં 13 લોકસભા બેઠકો અને ચંદીગઢની એક સંસદીય સીટ માટે એક પખવાડિયાની અંદર ઉમેદવારોની જાહેરાત કરશે. તેમણે લોકો પાસે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત માટે આશીર્વાદ માંગ્યા. અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઘર સુધી રાશન પહોંચાડવા માટે આયોજિત એક સભાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી. તેમણે કહ્યું, ''2 વર્ષ પહેલા તમે AAPને આશીર્વાદ આપ્યા હતા. તમે અમને 117માંથી 92 સીટો આપી. તમે પંજાબમાં ઈતિહાસ રચ્યો.''

કેજરીવાલે માંગ્યા જનતાના આશીર્વાદ

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "આજે હું ફરીથી હાથ જોડીને તમારા આશીર્વાદ માંગું છું. બે મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાશે. પંજાબમાં 13 (લોકસભા) સીટો છે, એક ચંદીગઢમાં છે. કુલ 14 સીટો છે.'' અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ''આવતા 10-15 દિવસમાં AAP આ તમામ 14 બેઠકો પર તેના ઉમેદવારોની જાહેરાત કરશે. હું તમને વિનંતી કરું છું કે જે રીતે તમે બે વર્ષ પહેલા અમને આશીર્વાદ આપ્યા હતા, એવી જ રીતે આ તમામ 14 સીટો પર તમારા આશીર્વાદ આપો.''
 

    follow whatsapp