અમદાવાદઃ અરવિંદ કેજરીવાલ જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે અવાર નવાર કોઈક રાજકીય ઉથલપાથલની ઘટના ચર્ચમાં આવતી રહે છે. રિક્ષા ચાલકના ઘરે જમવાથી લઈને પોસ્ટર વિવાદ સહિતના અનેક મુદ્દાઓથી કેજરીવાલનો પ્રવાસ ચર્ચિત રહ્યો છે. તેવામાં પોસ્ટર વિવાદ મુદ્દે આડકતરો જવાબ આપતા કેજરીવાલે અયોધ્યા દર્શનનો ઉલ્લેખ કર્યો હતો. આની સાથે જનતાના સંવાદમાં તેમણે સરકાર બનશે તો મફતમાં ધાર્મિક યાત્રાનું આયોજન કરવા પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
કેજરીવાલે જનતાને કર્યો વધુ એક વાયદો…
અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યું કે અત્યારે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જવા પામ્યું છે. બધાની ઈચ્છા હોય કે દર્શન કરવા જઈએ પરંતુ ખર્ચો વધી જાય એટલે મુશ્કેલ રહે. તેવામાં દિલ્હીની વાત કરુ તો મેં શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેમના માટે ટ્રેનની સુવિધા ઉભી કરવાથી લઈ ઘરેથી ટ્રેન સુધી લઈ જવાની, ખાવા-પીવા રહેવા સહિતની વ્યવસ્થા કરી રાખી છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓના મને ઘણા આશિર્વાદ મળે છે.
કેજરીવાલે વધુમાં જણાવ્યું કે હું શ્રદ્ધાળુઓને સ્ટેશન સુધી મૂકી પણ જઉ છું અને વળતા પરત ફરે તો લેવા પણ આવું છું. તેવામાં જો ગુજરાત રાજ્યમાં આપની સરકાર બની તો હું પણ શ્રદ્ધાળુઓને મફતમાં યાત્રા કરાવીશ.
ગુજરાતમાં ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ હિન્દુત્વનું રાજકારણ શરૂ થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરુ થઈ ચૂક્યું છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા બેનર લાગ્યા છે. જેમાં કેજરીવાલને મુસ્લિમ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બેનરોમાં સાથે અરવિંદ કેજરીવાલનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. તો રાજકોટમાં લગાવાયેલા પોસ્ટરોમાં લખ્યું છે કે, હું શ્રાદ્ધ પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહીં.તો ગાંધીનગરમાં જે પોસ્ટર લગાવાયા છે તેમાં કેજરીવાલના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે હું હિંદુ ધર્મને પાગલપન માનુ છું. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીટાણે ફરી એકવાર હિંદુત્વની લહેર ઉભી થઈ રહી છે.
ADVERTISEMENT