વડોદરાઃ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે વડોદરામાં શિક્ષણ નીતિ અને બેરોજગારી મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીના શિક્ષણ મોડલ વિશે જાણ કરી ગુજરાતમાં એજ્યુકેશન સિસ્ટમની કાયાપલટ કરવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે આની સાથે બેરોજગારી સહિતના મુદ્દાઓ દૂર કરવા માટે કેજરીવાલે રણનીતિ જણાવી હતી. તેવામાં કેજરીવાલે નોકરી કરતા બિઝનેસમેન બનતા વિદ્યાર્થીઓને શીખવતા હોવાનું જણાવ્યું હતું. જ્યાં અંગ્રેજોની એજ્યુકેશન સિસ્ટમ દૂર કરી ભારતની શિક્ષણનીતિ ઘડવા ટકોર કરી હતી.
ADVERTISEMENT
વડોદરમાં વાલીઓ અને શિક્ષકો સાથે કેજરીવાલનો સંવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જનતા સુધી પોતાની વાત પહોંચે એના માટે નેતાઓના સતત ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયા છે. ગુજરાત ચૂંટણી માટે હોટસ્પોટ ગણવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ પર અસર કરવા વિવિધ રાજકીય પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનું ફોકસ પણ ગુજરાત પર છે અને તેમના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કેજરીવાલે આજે વડોદરા ખાતે પેરેંટ્સ અને ટીચર્સ મિટિંગ કરી હતી.
પ્રાઈવેટ શાળાઓની ઝાટકણી કાઢી
અરવિંદ કેજરીવાલે વડોદરા પ્રવાસ દરમિયાન વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે શિક્ષણનીતિ સહિત પ્રાઈવેટ શાળાઓ દ્વારા વધારવામાં આવેલી ફી અંગે પણ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે અત્યારે કેટલીક શાળાઓ કરોડો રૂપિયા ફિક્ડ ડિપોઝિટમાં મુકાવી દે છે અને સતત ફી વધારો કરે છે. જેથી આમ આદમી પાર્ટી આ શિક્ષણ ક્ષેત્રે પાયાથી સુધારાઓ કરીને પરિવર્તન કરવા માટે તત્પર છે.
અંગ્રેજોનું શિક્ષણ મોડલ ફંગોળી દેવું જોઈએ- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે અંગ્રેજોના રાજમાં અલગ શિક્ષણ મોડલ હતું. આ સમયે ભારતના નાગરિકોને તેઓ માત્ર ક્લાર્ક બનાવવા અથવા ચાકર બનાવવા માગતા હતા. તેવામાં હવે અંગ્રેજોનું શિક્ષણ મોડલ ફંગોળી દેવાની જરૂર છે. અત્યારે શાળાથી જ બાળકોને બિઝનેસમેન બનતા શિખવવાનું કેજરીવાલે વચન આપ્યું હતું. તેમણે ભારતમાં નવી પોતાની શિક્ષણ પદ્ધતિ લાદવાની પહેલ અંગે પણ પ્રચાર કર્યો હતો.
ADVERTISEMENT