કેશોદ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અરવિંદ કેજરીવાલે પોતાના ગેરંટીના પિટારામાંથી વધુ એક ગેરંટી કાર્ડ ફેંક્યું છે. આજે કેશોદમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના માછીમારોને એક મોટી ગેરંટી આપી છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના પ્રવાસે છે, આ દરમિયાન તેઓ જુદા જુદા જિલ્લાઓમાં ફરીને રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે તેઓ જુનાગઢ, કેશોદ સહિતની બેઠકો પર રોડ શો યોજ્યો હતો.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલજીની માછીમારો માટે ગેરંટી!
- માછીમારોને મળતી સબસિડીમાં ભ્રષ્ટાચાર અટકાવીશું.
- ડિઝલ પર 25% સબસિડી
- માછીમારોને લોન પર 0% વ્યાજ
- ખેડૂતોના પાકની જેમ માછીમારોને માછલી પર MSP
- માછીમારો માટે મકાનની વ્યવસ્થા
- માછીમારોને દરિયામાં દુર્ઘટનામાં એમના પરિવારની જવાબદારી સરકારની રહેશે.
ADVERTISEMENT