નવી દિલ્હી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત તમામ બેઠકો પર લડનારી આમ આદમી પાર્ટીએ 5 સીટો સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. AAPની સીટો ભલે ઓછી હોય પરંતુ તેને 13 ટકા જેટલો વોટ શેર મળ્યો છે, જે ખૂબ જ સારી બાબત છે. જોકે ચૂંટણીના પરિણામ બાદથી જ AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી હતી. આ વચ્ચે તમામ MLAને લઈને ઈસુદાન ગઢવી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં કેજરીવાલે આ ધારાસભ્યો સાથે મુલાકાત કરીને સંકલન બેઠક યોજી હતી.
ADVERTISEMENT
બેઠકમાં ધારાસભ્યો સાથે કયા મુદ્દે ચર્ચાઓ કરી?
દિલ્હીમાં AAPના સંયોજક અને મુખ્યમંત્રી સાથે તમામ ધારાસભ્યો અને ગુજરાતની પ્રદેશ ટીમે સંકલન મીટિંગ યોજી હતી. જેમાં ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને લઈને, તથા વિધાનસભામાં લોકોના પ્રશ્નો કેવી રીતે ઉઠાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેવામાં હવે સવાલ એ થશે કે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો વિધાનસભામાં ભૂપેન્દ્ર સરકારને ઘેરવામાં સફળ રહેશે કે નહીં.
ઈસુદાને ટ્વીટ કરીને આપી જાણકારી
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. સાથે જ તેમણે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં કેજરીવાલની સાથે ગુજરાત AAPના ધારાસભ્યો, મનોજ સોરઠિયા, ઈસુદાન ગઢવી તથા ગોપાલ ઈટાલિયા પણ જોવા મળી રહ્યા હતા. ઉપરાંત દિલ્હીના AAPના ધારાસભ્યો પણ દેખાય છે.
ADVERTISEMENT