અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સભાઓ ગુંજવા લાગી છે. રાજ્યમાં અનેક રાજકીય નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર તમામ રાજકીય પક્ષો નજર રાખી રહ્યા છે. ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણીમાં બહુપાંખિયો જંગ જામશે. ગુજરાત પર આમ આદમી પાર્ટી પૂરે પૂરું ફોકસ રાખી રહી છે. ગુજરાતમાં દિલ્હીના નાયબમુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાત લેશે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનું પૂરેપુરુ ફોકસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં એક પછી એક સભાઓ ગજાવી રહ્યા છે. મનીષ સિસોદિયા આજે સિદ્ધપુરની મુલાકાતે છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ પૂજ્ય મહત્મા ગાંધીજી ના બાળપણના નિવાસ સ્થાને તેમના આશીર્વાદ લેવા જશે અને પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે ત્યારે બીજી તરફ આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.
આવતીકાલે ગુજરાતની મુલાકાતે કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતની ચૂંટણીને લઈ ને વધુ એક જાહેરાત કરી શકે છે. આમ આદમી પાર્ટી એક પછી એક ગેરેન્ટી આપી રહી છે. આમ આદમી પાર્ટીએ તેમના 29 ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે અને ચૂંટણી પ્રચાર પણ આરંભી દીધો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે કેજરીવાલ શું જાહેરાત કરશે.
ADVERTISEMENT