ચૂંટણી માટે કેજરીવાલનો માસ્ટર પ્લાન, મનીષ સિસોદિયાની રાજ્યમાં યાત્રા કેટલી ગેમ ચેન્જર રહેશે!

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ હવે આજે રવિવાર તથા 12 અને 13 સપ્ટેમ્બરે ફરીથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. જોકે આની પહેલા તેમણે…

gujarattak
follow google news

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ હવે આજે રવિવાર તથા 12 અને 13 સપ્ટેમ્બરે ફરીથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. જોકે આની પહેલા તેમણે મનીષ સિસોદિયાને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં યાત્રાનું આયોજન કરવા મુદ્દે મનીષ સિસોદિયાના પ્રવાસ અંગે જણાવ્યું હતું. નોંધનીય છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ તમામ ગેરન્ટી આપી દીધી હવે ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરવાની સાથે મનીષ સિસોદિયાની આ યાત્રા કેટલી ગેમ ચેન્જર રહેશે એ જોવાજેવું રહેશે.

મનીષ સિસોદિયા ગુજરાતમાં યાત્રા કાઢશે
આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર માટે તથા મતદારોને રિઝવવા માટે પોતાનું બેસ્ટ આપી રહી છે. તેવામાં હવે મનીષ સિસોદિયા મુદ્દે કેજરીવાલે ટ્વીટ કરી મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે સિસોદિયા ટૂંક સમયમાં ગુજરાત પ્રવાસે આવશે અને રાજ્યમાં યાત્રા કાઢશે. આ દરમિયાન પરિવર્તનનો મુદ્દો વધુ ચર્ચિત રહી શકે છે. આની પાછળ અરવિંદ કેજરીવાલ રાજ્યની અંદર પરિવર્તન લાવશે એના ઉદ્દેશ્યથી યાત્રા કાઢવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં AAPએ પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. માંડવી, દાણીલીમડા, ડીસા સહિતની 10 જેટલી બેઠકો પર પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં CA, ડોક્ટર, નિવૃત્ત મામલતદાર તથા સામાજિક આગેવાનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જાણો AAPએ જાહેર કરેલા નવા ઉમેદવારો કોણ છે.

કેજરીવાલે સુરતના વેપારીઓને આપ્યું વચન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AajTakનો અહેવાલ ટ્વીટ કરીને લખ્યું છે કે, પહેલા દિલ્હીમાં પણ ખૂબ વીજ કાપ થતો હતો. હવે 24 કલાક વીજળી આવે છે. સુરતના તમામ વેપારીભાઈને મારું વચન છે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમને 24 કલાક વીજળી આપીશું.

30 મહિનાથી વેપારીઓ વીજ કાપથી પરેશાન
નોંધનીય છે કે, સુરતમાં છેલ્લા 30 મહિનાથી વીજ સપ્લાયથી વીવિંગ ટેક્સટાઈલ વેપારીઓ ખૂબ પરેશાન છે. વેપારીઓએ ઘણીવાર ફરિયાદ કરી વીજ વિભાગની ઓફિસનો ઘેરાવ કર્યો અને ધરણા પ્રદર્શન કર્યા તેમ છતાં વીજ વિભાગ પર તેની કોઈ અસર ન થઈ.

    follow whatsapp