આવતીકાલે શુક્રવારે અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને આપશે વધુ એક મોટી ગેરંટી, જાણો 2 દિવસીય પ્રવાસનો ઉદ્દેશ્ય

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એંધાણ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. તેઓ શુક્રવારે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવીને ગુજરાતની જનતાને વધુ એક મોટી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એંધાણ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. તેઓ શુક્રવારે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવીને ગુજરાતની જનતાને વધુ એક મોટી ગેરંટી આપશે. નોંધનીય છે કે આ દરમિયાન તેઓ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી 3 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે.

ઈસુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત…
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના દિવસે દ્વારકા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત પણ કરવાના છે.

કેજરીવાલનો સંપૂર્ણ કાર્યક્રમ

  • અરવિંદ કેજરીવાલ બપોરના સમયે જનસભાને સંબોધશે.
  • ત્યારપછી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. ત્યારપછી તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે.
  • બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે અને સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે.

અરવિંદ કેજરીવાલની આદિવાસીઓને આ 6 ગેરેંટી

  • આદિવાસીઓ માટે જે સંવિધાનની 5મી વ્યવસ્થા છે તેને સંપૂર્ણ રીતે લાગુ કરીશું. તેમના માટેના PESA એક્ટને લાગુ કરીશું. આદિવાસી ગામોમાં ગ્રામસભાની મંજૂરી વિના કશું નહીં થાય. જે
  • ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી છે, જેનું કામ આદિવાસી સમાજના ક્ષેત્રમાં કેવો વિકાસ થાાય, ફંડનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરે છે, તે ટ્રાઈબલ એવાઈઝરી કમિટીના ચેરમેન ટ્રાઈબલ હશે.
  • દરેક આદિવાસી ગામમાં સારી સ્કૂલો ખોલીશું.
  • દિલ્હીના મહોલ્લા ક્લિનિકની જેમ દરેક ગામમાં ક્લિનિક ખોલીશું. તેમાં સારવાર મફત હશે. આદિવાસી વિસ્તારમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલીશું.
  • જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં જે સમસ્યા આવે છે, તેની પ્રક્રિયા સરળ બનાવીશું.
  • ઘર ન હોય તેવા ગરીબ આદિવાસીઓને ઘર આપવામાં આવશે.
  • દરેક ગામ સુધી રસ્તો બનાવાશે.

With Input-  રજનિકાંત જોશી

    follow whatsapp