સુરત: એશિયાના સૌથી મોટા ટેક્સટાઈલ હબ કહેવાતા સુરત શહેરમાં વેપારીઓ વીજ કાપથી પરેશાન છે. આ માટે વેપારી તથા સંગઠન વીજ વિભાગમાં ફરિયાગ પણ કરી ચૂક્યા છે. છતાં તેમને કોઈ રાહત નથી મળી રહી. વેપારીઓની સમસ્યા સામે આવતા જ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ફરી તક ઝડપી લીધી છે અને ટ્વીટ કરીને તમામ વેપારીઓને 24 કલાક વીજળી આપવાનું વચન આપ્યું છે.
ADVERTISEMENT
કેજરીવાલે સુરતના વેપારીઓને આપ્યું વચન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AajTakનો અહેવાલ ટ્વીટ કરીને લખ્યું છે કે, પહેલા દિલ્હીમાં પણ ખૂબ વીજ કાપ થતો હતો. હવે 24 કલાક વીજળી આવે છે. સુરતના તમામ વેપારીભાઈને મારું વચન છે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમને 24 કલાક વીજળી આપીશું.
30 મહિનાથી વેપારીઓ વીજ કાપથી પરેશાન
નોંધનીય છે કે, સુરતમાં છેલ્લા 30 મહિનાથી વીજ સપ્લાયથી વીવિંગ ટેક્સટાઈલ વેપારીઓ ખૂબ પરેશાન છે. વેપારીઓએ ઘણીવાર ફરિયાદ કરી વીજ વિભાગની ઓફિસનો ઘેરાવ કર્યો અને ધરણા પ્રદર્શન કર્યા તેમ છતાં વીજ વિભાગ પર તેની કોઈ અસર ન થઈ.
વેપારીઓને વીજ કાપથી થઈ રહ્યું છે નુકસાન
સુરત વીવર્સ એસોસિએશનના અધ્યક્ષ અને ટેક્સટાઈલ વેપારી વિજય માંગુકિયા મુજબ, વીજ કાપના કારણે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. વીજ સપ્લાય કટ થવાથી મશીનમાં લાગેલી મોટર બળી જાય છે. લાઈટનું બીલ પણ વધારે આવે છે અને કપડાનું ઉત્પાદન પણ ઓછું થાય છે.
ADVERTISEMENT