અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે કેજરીવાલ ગુજરાતને વધુ એક ગેરંટી આપી છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભય મુક્તે શાસન આપીશું ગુજરાતને.
ADVERTISEMENT
1. અમારો મુખ્યમંત્રી, કોઈપણ મંત્રી, કોઈપણ MLA, સાંસદ કે અધિકારી કોઈને ભ્રષ્ટાચાર નહીં કરવા દઈએ. જે કોઈ ભ્રષ્ટાચાર કરશે તો સીધા જેલમાં જશે.
2. સરકારી ઓફિસમાં દરેક વ્યક્તિનું કામ લાંચ આપ્યા વિના થશે. કોઈપણ વિભાગમાં કોઈ લાંચ આપવાની જરૂર નથી. તમારે સરકારી કચેરીમાં જવાની પણ જરૂર નથી. તમારે કોઈ કામ કરાવવું હોય તો સરકારી કર્મચારી તમારા ઘરે આવીને કામ કરી આપે તેવી વ્યવસ્થા ગોઠવીશું.
3. જેટલા નેતા-મંત્રીઓના કાળા ધંધા ચાલી રહ્યા છે બધા બંધ કરી દેવામાં આવશે.
4. પેપર ફૂટવાનો સીલસીલો બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા તેના બધા કેસ બંધ કરી દીધા આ તમામને ફરી ખોલીશું અને બધાને પકડી પકડીને જેલમાં નાખીશું.
5. હું જેટલીવાર ગુજરાત આવું છું, એટલીવાર લોકો કહે છે મોટું કૌભાંડ થઈ ગયું. જેટલા પણ મોટા-મોટા કૌભાંડ થયા છે તેની તપાસ કરીશું અને એક-એક પૈસાને રિકવર કરવામાં આવશે.
ADVERTISEMENT