અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલી રહી છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના મેયર અને AIMIMના નેતાઓ વચ્ચે બેઠક થતા બંને વચ્ચે ‘ઈલુ ઈલુ’ ચાલતો હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે હવે ભાજપ દ્વારા AAP પર પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે કેજરીવાલે દિલ્હી વક્ફ બોર્ડને આપ્યા છે.
ADVERTISEMENT
ભાજપના નેતાઓને કેજરીવાલ પર સણસણતો આક્ષેપ
ભાજપના સ્ટેટ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, RTI દ્વારા ખુલાસો થયો છે. રેવડીકિંગ અરવિંદ કેજરીવાલે 101 કરોડ, જી હાં 101 કરોડ જનતાના પૈસા વક્ફ બોર્ડને આપી દીધા છે. પાછલા એક વર્ષમાં 62 કરોડથી વધારે આપવામાં આવ્યા છે. ક્યાં ક્યાં રેવટી વહેંચી છે? દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ આપના ધારાસભ્ય અમાનંતુલ્લા ખાન છે. આ સાથે ટ્વીટમાં તેમણે RTIની એક ડિજિટલ કોપીને પણ અટેચ કરી છે.
અગાઉ ગુજરાતમાં કેજરીવાલના પોસ્ટર લાગ્યા હતા
નોંધનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતભરમાં કેજરીવાલની મુલાકાત દરમિયાન મુસ્લિમ પહેરવેશની તસવીરવાળા બેનેરો લાગ્યા હતા, જેમાં તેમને હિન્દુ ધર્મ વિરોધી બતાવવામાં આવ્યા હતા. ત્યારે પોસ્ટર રાજનીતિ બાદ હવે ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કેજરીવાલ પર વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આ આક્ષેપોની અસર આગામી ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે કે કેમ.
ગઈકાલે AAP દ્વારા ભાજપ-AIMIMની ગુપ્ત મીટિંગનો આક્ષેપ કરાયો હતો
ગઈકાલે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત દિગ્ગજ નેતાઓએ એક મીડિયાના અહેવાલને ટાંકીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધબારણે ગુપ્ત મીટિંગ થઈ હોવાની વાત કરી હતી. જેમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ AIMIMની ઓફિસે બંધબારણે સાબીર કાબલીવાલાને મળ્યા હોવાનું જણાવાયું હતું. જોકે Gujarat Tak સાથે વાતચીતમાં આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ADVERTISEMENT