સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે AAP દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વચ્ચે AAPમાંથી ગોપાલ ઈટાલિયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.
ADVERTISEMENT