અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આ દરમિયાન વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતાને સંબોધશે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ વીડિયોના માધ્યમથી માહિતી આપી હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દિલ્હીના નાયમ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ 21 સપ્ટેમ્બરના દિવસે અમદાવાદ પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.
ADVERTISEMENT
પરિવાર્તન લાવવા માટે ટકોર કરાશે- ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ વીડિયો શેર કરી વધુમાં જણાવ્યું કે મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરીને પરિવર્તન લાવવા માટે ટકોર કરશે. નોંધનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કાંટાની ટક્કર આપવા માટે સજ્જ થઈ ગઈ છે. જેને જોતા હવે પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયાએ પ્રચાર કરવાની અલગ રણનીતિ બનાવી દીધી છે.
મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ પહોંચશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે મનીષ સિસોદિયા ગુજરાતમાં રહી શકે છે. તથા આ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈને જનતાનું દિલ જીતવા માટે કાર્ય કરશે. અમદાવાદ પ્રવાસ દરમિયાન મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીના પદચિહ્નો પર વિગતવાર માહિતી લેશે. ત્યારપછી મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમથી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે.
ADVERTISEMENT