અમદાવાદ: ગુજરાત વિધનસભાni ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસ વધવા લાગ્યા છે. ઓકટોબરના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દાહોદમાં સંયુક્ત જનસભા સંબોધશે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા વિવિધ જાહેરાત કરી રહી છે. ત્યારે ગત રોજ ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુ એક જાહેરાત કરી હતી અને તેમાં પાંજરાપોળના સંચાલકોને રાહત આપવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન આજે ફરી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરના 1.30 કલાકે દાહોદ ખાતે આવેલ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંયુક્ત જાહેરસભા સંબોધશે.
ચૂંટણીલક્ષી બેઠકો યોજશે
આ સાથે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માન સાંજના 4 કલાકે વડોદરા ખાતે શહિદ ભગતસિંહ ચોક થી કીર્તિ સ્તંભ ચોક વડોદરા સુધી તિરંગા યાત્રામાં ભાગ લેશે. આમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનું પુરે પૂરું ફોકસ ગુજરાતની ચૂંટણી પર છે. દિલલહી અને પંજાબના નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજ 9 ઓક્ટોબરે બપોરે 1:00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને સાંજે 4:00 વાગે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલજ અને ભગવંત માનજી આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો અને બેઠકો યોજશે.
2 ઓક્ટોબરે આવ્યા હતા ગુજરાતની મુલાકાતે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.
ADVERTISEMENT