દિલ્હી: દિલ્હીમાં કથિત લિકર પોલિસી કૌભાંડમાં ગઈકાલે સાંજે વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. વિજય નાયર મનીષ સિસોદિયાના નિકટના માનવામાં આવે છે અને તેઓ એક એન્ટરટેઇનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના પૂર્વ સીઈઓ હતા. હાલમાં તેઓ પંજાબ બાદ ગુજરાતમાં AAPના કોમ્યુનિકેશન અને સોશિયલ મીડિયા સ્ટ્રેટર્જી ઈન્ચાર્જ હતા.
ADVERTISEMENT
કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આક્ષેપ
CBI દ્વારા વિજય નાયરની ધરપકડ બાદ હવે અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, ગઈકાલે આમણે AAPના એક નાના કાર્યકર્તા વિજય નાયરની ધરપકડ કરી લીધી છે. જેઓ પંજાબ બાદ ગુજરાતનું કોમ્યુનિકેશન જોઈ રહ્યા હતા. તેના પર ખોટી રીતે મનીષ સિસોદિયાનું નામ લેવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં AAPના ઝડપથી વધતા ગ્રાફને જોઈને આ લોકો ગાંડા થઈ ગયા છે.
પંજાબની જીતમાં વિજય નાયરની હતી મોટી ભૂમિકા
બીજી તરફ ગઈકાલે વિજય નાયરની ધરપકડ બાદ AAPના પ્રવક્તા સૌરવ ભારદ્વાજે કહ્યું હતું કે, વિજય નાયર પંજાબમાં ચૂંટણી રણનીતિ બનાવી અને હાલ ગુજરાત ચૂંટણીમાં કોમ્યુનિકેશન સ્ટ્રેટર્જી બનાવી રહ્યા હતા. એવા સમય પર તેમની લિકર પોલિસીના નામ પર ધરપકડ બતાવે છે કે ભાજપ દરેક રીતે AAPને કચડવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપને AAP પર લગાવ્યા આરોપ
બીજી તરફ ભાજપે પણ દિલ્હીની આમ આદમી પાર્ટીને ઘેરી હતી. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે, વિજય નાયરની ધરપકડથી લિકર કૌભાંડના દરેક સત્ય સામે આવશે. મિશ્રાએ દાવો કર્યો કે વિજય નાયરના તાર મુખ્યમંત્રી કેજરીવાલ સુધી પહોંચે છે. મિક્ષાએ આક્ષેપ કર્યો હતો કે, દારૂ કૌભાંડથી લઈને પંજાબમાં ગેરકાયદેસર લેવડદેવડ સુધીના તમામ હેંડલિંગ વિજય નાયર કરતો હતો.
ADVERTISEMENT