અરવલ્લીમાં વિદ્યાર્થીઓને સફાઈ કામદાર બનાવાયા! શિક્ષકોએ જ સફાઈ કરાવતા હોબાળો

અરવલ્લીઃ ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને સફાઈ કામદાર બનાવાઈ દેવાયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને સફાઈ કામદાર બનાવાઈ દેવાયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેના કારણે અત્યારે હોબાળો મચી જવા પામ્યો છે. મોડાસા-હિંમતનગર માર્ગ પરની 2 શાળાઓમાં બાળકોને સફાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં મીડિયા અહેવાલો પ્રમાણે શિક્ષકોએ બાળકો પાસે સફાઈ કરાવતા દ્રશ્યો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…

આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…

શિક્ષકોએ જ બાળકો પાસે કરાવી સફાઈ
અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને સફાઈ કામદાર બનાવાયા હોવાની ઘટના સામે આવી છે. એટલે કે મોડાસા-હિંમતનગર માર્ગ પરની 2 શાળાઓમાં બાળકોને સફાઈ કરાવતા અને મેદાન સાફ કરાવતા દ્રશ્યો અત્યારે વાઈરલ થઈ રહ્યા છે. શિક્ષકોએ મહાદેવપુરા અને રસુલપુર પ્રાથમિક શાળાના બાળકો પાસે સફાઈ કરાવી હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

શાળાના અધિકારીએ જણાવ્યું કે…
શાળામાં સાફ સફાઈ કરતા બાળકોને જોઈને ગુજરાત તકની ટીમ ત્યાં પહોંચી હતી. તેવામાં શાળામાં ફરજ બજાવતા અધિકારીએ જણાવ્યું કે આ તેમના શિક્ષણના ભાગ રૂપે છે. પરંતુ આ પ્રમાણે એક બાજુ વિદ્યાર્થીઓ કચરો વાળતા હતા અને બીજીબાજુ કચરાપેટી પકડીને તમામ સાફ સફાઈ કરતા હતા. આના વીડિયો અત્યારે વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે.

With Input: હિતેશ સુતરિયા

આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…

    follow whatsapp