અમદાવાદ: ગુજરાતી યુવાઓમાં દેશ સેવા માટે આર્મીમાં જોડાવાનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રિય રક્ષા મંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ દેશભરમાં કુલ 33 સૈનિક શાળાઓ આવેલી છે. જેમાંથી 25 સૈનિક શાળાઓમાં છેલ્લા 6 વર્ષમાં સૌથી વધારે ઉત્તરાખંડ (27.57), હરિયાણા (25.1), આંધ્ર પ્રદેશ (22.77), બિહાર (22.49) અને હિમાચલ પ્રદેશ (20.30)માંથી અભ્યાસ દરમિયાન કેડેટ્સ સશસ્ત્ર દળમાં જોડાયા છે.
ADVERTISEMENT
6 વર્ષ દરમિયાન આર્મીમાં જોડાયારા યુવકોના આંકડા
આમ દેશની સરકારી સૈનિક શાળોમાંથી 2016-17 થી 2021-22 સુધીના 6 વર્ષમાં સરેરાશ 100માંથી 11 કેડેટ્સ અભ્યાસ દરમિયાન નેશનલ ડિફેન્સ એડેકમી, ઈન્ડિયન નેવલ એકેડમી અથવા તો ઈન્ડિયન આર્મી ફોર્સમાં જોડાયા છે.
ગુજરાતના કેટલા યુવાનો જોડાયા દેશ સેવામાં?
રિપોર્ટ મુજબ, ગુજરાતમાં આવેલી બાલાચડી સૈનિક શાળામાંથી પણ સરેરાશ 10.60 ટકા કેડેટ્સ કેન્દ્રિય સશસ્ત્ર દળમાં જોડાયા છે. ગુજરાત આ લિસ્ટમાં 13મા ક્રમે છે. જે પાછલા વર્ષોમાં વધ્યો છે. જ્યારે સૌથી ઓછા નાગાલેન્ડની સૈનિકશાળામાંથી 1.03 ટકા, ઓડિસામાંથી 2.82 ટકા, ઝારખંડમાંથી 5.22 ટકા, આસામમાંથી 5.22 ટકા અને છત્તીસગઢની સૈનિક શાળામાંથી 9.30 ટકા લોકો સૈનિક શાળામાં જોડાયા હતા.
ગુજરાતમાં આર્મી સ્કૂલ ખુલશે
કેન્દ્ર સરકારે આ સાથે જ ખાનગી અને સરકારી શાળાઓ સાથે પાર્ટનરશીપમાં દેશમાં 100 નવી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી 18 જેટલી સૈનિક સ્કૂલોને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે હવે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં 2-2 સૈનિક શાળાઓ ખુલશે જ્યારે હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં 1-1 સૈનિક શાળાઓ ખુલશે.
ADVERTISEMENT