પોરબંદર: કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પિતાનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાના પિતા દેવાભાઈ મોઢવાડિયા 96 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. આજે બપોરે 3 વાગ્યે મોઢવાડા ગામેથી તેમની અંતિમ યાત્રા નીકળશે.
ADVERTISEMENT
અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો વિધાનસભાની 2022ની ચૂંટણીમાં તેઓ પોરબંદરથી ભાજપના ઉમેદવાર બાબુ બોખિરીયાને હરાવીને જીત્યા હતા. તેઓ અગાઉ બે વખત ચૂંટણી હાર્યા હતા, જોકે કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી વખત પણ તેમના પર ભરોસો મૂક્યો હતો અને તેઓ ચૂંટણીમાં જીત્યા હતા. આ ઉપરાંત તેઓ 2004થી 2007 સુધી ગુજરાત કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે.
(વિથ ઈનપુટ: અજય શિલુ)
ADVERTISEMENT