અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટપણે આગામી ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ઘણા સંકેતો આપ્યા હતા. આની સાથે શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ હાઈકમાન્ડ સતત સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાઓની આ છે ઈચ્છા…
અર્જુન મોઢવાડિયાએ વધુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે અત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ બાપુ પાર્ટી સાથે જોડાઈ જાય એવું ઈચ્છે છે. જોકે આ અંગે હજુ સુધી સ્પષ્ટપણે કોઈ નિવેદન મળ્યું નથી. પરંતુ મોઢવાડીએ કહ્યું કે તમામની આતુરતાનો ટૂંક જ સમયમાં અંત આવી શકે છે.
ભ્રષ્ટાચારના આરોપમાં ધેરાયેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાએ ખુલાસાઓ કર્યા છે. અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સાથે જોવા મળ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શંકરસિહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ પોતે વિપુલ ચૌધરીને ભલામણ કરવાનું સ્વીકાર્યું હતું. આની સાથે જ તેમણે અમૃતા પટેલ માટે પણ વાજપેયીજીના કહેવાથી ભલામણ કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે ત્યારપછી તેમણે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા કે આ પ્રમાણે નિમ્ન સ્તરનું રાજકારણ કોઈ કેવી રીતે કરી શકે. વળી ભલામણ કરી આપવી ગુનો તો નથી. ઉલ્લેખનીય છે કે મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા બંને નેતાઓને 6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ મામલે બંને નેતાઓ મહત્વના ખુલાસા કરશે.
શું છે મામલો
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું એ અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા એમ બંને જણાએ ભલામણ પત્ર લખ્યા હતા. આથી, બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલે અરજી કરી હતી. જે મામલે મહેસાણા સેશન્સ કોર્ટે 6 ઓક્ટોબરના દિવસે બંનેએ હાજર રહેવાનું છે.
વિપુલ ચૌધરીની ધરપકડ
પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT