મોડાસાઃ અરવલ્લીના મોડાસામાં પિતાએ જ પોતાની સગી દીકરીનું ગળું કાપી નાખ્યાની ઘટના બની છે. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. યુવક સાથે ભાગી ગયેલી આ સગીર વયની દીકરી પર પિતા ગુસ્સે ભરાયા હતા. તેમણે બ્લેડ વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. બનાવને પગલે તેણીની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે સાથે જ પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.
ADVERTISEMENT
ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી
મોડાસામાં પિતાએ જ પુત્રીને મોતને ઘાટ ઉતારવાનું પગલુ ભરતા ભારે ચકચાર મચી ગઈ છે. મોડાસામાં પિતાએ દીકરીનું ગળું કાપી દેવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. આ દીકરી થોડા સમય પહેલા એક યુવક સાથે પ્રેમમાં હોઈ ભાગી ગઈ હોવાની વિગતો મળી રહી છે. વધુ પ્રાપ્ત વિગતો અનુસાર તેના કારણે તેને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી. તેઓ ધનસુરા તાલુકાના રહેવાસી છે. તે જયારે યુવક સાથે ભાગી ગઈ તે પછી તેને પકડી લાવ્યા હતા અને તેને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી.
માતા-પિતા સાથે મુલાકાત દરમિયાન પિતાએ અંજામ આપ્યો
તે છેલ્લા કેટલાક મહિનાઓથી ચિલ્ડ્રન હોમમાં જ રહેતી હતી. તેના આ પગલાને કારણે પરિવાર તેનાથી ખુબ જ નારાજ હતો. આ મામલામાં તે માતા પિતા સાથે મુલાકાતમાં હતી તે દરમિયાન પિતાએ બ્લેડ વડે હુમલો કર્યો હતો અને તેણીનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે ત્યાં હાજર અન્યોએ તુરંત તેને ગંભીર રીતે ઘવાયેલી સગીરાને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ તરફ તાત્કાલી ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે તેની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે બનાવની જાણકારી મળતા વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલામાં પિતાને દબોચી લીધો છે.
(વીથ ઈનપુટઃ હિતેષ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT