અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક જ નિવેદનમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઈટાલીયનને તો જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વળી કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે જેમની પાસે પોતાની ગેરંટી નથી તેઓ ગુજરાતની જનતાને ગેરંટી આપી રહ્યા છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલ પાસે પોતાની કોઈ ગેરંટી નથી
ગુજરાત ભાજપની ગૌરવ યાત્રામાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રમતગમત યુવા મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ઈટાલિયનોને જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સો વર્ષીય માતાને રાજકારણમાં ખેંચવાનું કામ પણ AAP નેતાએ કર્યું છે. આવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ગેરંટી વહેંચી રહ્યા છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાએ તેમને નકારી કાઢ્યા છે. AAP એર અસ્વીકાર્ય પાર્ટી છે, જેને ગુજરાતની જનતા પણ ક્યારેય સ્વીકારશે નહીં.
ગુજરાતની જનતા ભાજપને જીત અપાવશે
ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના વચનોથી ગેરમાર્ગે દોરાશે નહીં. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓના હૃદયમાં નિવાસ કરી રહ્યા છે. તેમણે વિકાસ જોયો છે. ડબલ એન્જિનની સરકાર જોઈ છે એટલે આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જ જીત અપાવશે. ગુજરાતે 30 દિવસમાં નેશનલ ગેમ્સનું સમાપન કરીને વિશ્વને પોતાની શક્તિ બતાવી છે.
વિશ્વનો કોઈપણ દેશ આટલા ઓછા સમયમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરી શકે નહીં. આ માટે ગુજરાત સરકારના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અભિનંદનને પાત્ર છે. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં શાસન કર્યું છે, તે એક મુખ્ય વિપક્ષી પાર્ટી છે, તેથી અમે કોંગ્રેસને હળવાશથી લેતા નથી. ચૂંટણી પછી કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ હશે, તેથી તેને ખૂબ ગંભીરતાથી લો. કોંગ્રેસે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોરદાર ટક્કર આપી હતી, આ વખતે પણ અમે તેને ઓછું આંકીશું નહીં.
ADVERTISEMENT