નવી દિલ્હી: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આજે પ્રજાસત્તાક દિવસે ભારત બાયોટેકની નાકથી લઈ શકાય તેવી કોવિડ રસી iNCOVACC લોન્ચ કરી. ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી આ રસી સરકારને 325 રૂપિયા પ્રતિ ડોઝમાં ઉપલબ્ધ થશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેની કિંમત 800 રૂપિયા હશે. હેટરોલોગસ બૂસ્ટર માટે આ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનાસલ કોવિડ રસી છે.
ADVERTISEMENT
ગત શનિવારે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ પ્રજાસત્તાક દિવસના અવસર પર તેના લોન્ચની જાહેરાત કરી હતી. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે સરકારને પ્રતિ ડોઝ 325 રૂપિયા અને ખાનગી રસીકરણ કેન્દ્રોને 800 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે રસી મળશે.
પહેલા વેક્સિનનુંનું નામ BBV154 હતું
નાકની રસી ભારત બાયોટેક દ્વારા વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન (WUSM) સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. ભારત બાયોટેકે કોરોનાની પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિન પણ તૈયાર કરી હતી. ભારત બાયોટેકે આ નાકની રસીને iNCOVACC નામ આપ્યું છે. પહેલા તેનું નામ BBV154 હતું. આ રસી નાક દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે. આ રસી શરીરમાં પ્રવેશતાની સાથે જ કોરોનાના ચેપ અને સંક્રમણ બંનેને અવરોધે છે.
આ પણ વાંચો: આ તારીખે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, પંચાંગ ગણતરી બાદ નક્કી કરવામાં આવી તારીખ
આ રીતે કરી શકાય બુક
રસીના બે ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવાના હોય છે. રસી ઉત્પાદક ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, કોવિન વેબસાઇટની મુલાકાત લઈને ઇન્ટ્રાનાસલ રસીના ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT