બનાસકાંઠામાં વધુ એક ભ્રષ્ટાચારની કેનાલ આવી સામે, સવપૂરા ડિસ્ટ્રોબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું

ધનેશ પરમાર, બનાસકાંઠા: જિલ્લામાં વધુ એક કેનાલ તૂટવાની ઘટના બની છે. અત્યાર સુધી એક પણ મહિનો એવો નહીં હોય કે કેનાલમાં ગાબડું નહી પડયું હોય.…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: જિલ્લામાં વધુ એક કેનાલ તૂટવાની ઘટના બની છે. અત્યાર સુધી એક પણ મહિનો એવો નહીં હોય કે કેનાલમાં ગાબડું નહી પડયું હોય. છેલ્લા ઘણા સમયથી આ કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થાય છે.આજે સવપુરા ડિસ્ટ્રોબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. આ સાથે જ લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે.

વાવ થરાદ તાલુકાની કેનાલામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત તહયો છે. ખાસ કરીને થરાદ સુઈગામ અને વાવ તાલુકાના ખેડૂતો તોબા પોકારી ગયા છે. આ મામલે અનેક વાર તંત્રને રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ નિવારણ આવ્યું નથી. લોકો આ કેનાલમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

ખેતરો બેટમા ફેરવાયા
સવપુરા ડિસ્ટ્રોબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગાબડું પડતા 15 હેકર જમીનમાં ઉભેલા રાયડુ જીરુંઅને એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે. અંદાજિત સાત ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.માડકા ગામની સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતા સાત ખેડૂતોના ખેતરોમા પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા.

આ આપણ વાંચો: લ્યો બોલો, મહીસાગર જિલ્લામાં નકલી પોલીસ બની વાહન ચાલકો પાસે કર્યો તોડ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ખેડૂતોએ આ મામલે કર્યા આક્ષેપ
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટોની મિલીભક્તિના કારણે કેનાલમાં છાસવારે ગાબડા પડી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ કેનાલમાં ગાબડાં પાડવા મામલે કથિત આક્ષેપો કર્યા છે. આ સાથે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ અધિકારીઓને ફોન કરતા અધિકારીઓએ ફોન પણ ન ઉપાડ્યા. તાત્કાલિક રાહત મદદ નાં પહોંચતા ,લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp