અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેમના 29 ઉમેદવારો જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવાર પર ગંભીર આરોપ લાગ્યા છે. રાજકોટમાં AAPના ઉમેદવાર વશરામ સાગઠીયા પર આક્ષેપ થયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠીયા પર વોર્ડ નંબર 15માં રહેતા હરેશભાઈ બીજલ સોંલકી એ ઘરે આવી ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરત્ન રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સતત વિવાદમાં આવી રહ્યા છે. આમાં આદમી પાર્ટીના રાજકોટ બેઠકના ઉમેદવાર વશરામ સાગઠિયા હવે વિવાદમાં ફસાયા છે. વોર્ડ નંબર 15માં રહેતા હરેશભાઈ બીજલ સોંલકીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં વશરામ સાગઠિયા પર ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિડીયોમાં હરેશ સોલંકી સાગઠિયા પર આરોપ લગાવતા કહે છે કે, તું AAPમાં આવતો રહે બાકી હું મારીશ, કોંગ્રેસ માં જ છું અને તેમાંજ કામ કરીશ તેવું કહેતા વશરામભાઈ ધરે આવી ધમકી આપે છે. હું આ ટોર્ચરથી થાકી ગયો છું હવે પોલીસનું શરણું લઈશ
ઘરે જઈ ધમકાવવાનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવા મામલે હરેશભાઈ સોંલકીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હરેશ સોલંકીએ આરોપ લગાવતા કહ્યું કે, સવારે મારા ઘરે વશરામ સાગઠિયા આવ્યા હતા અને મને મારવા ઊભા થયા અને મારા પરિવારે બચાયો મને. આમ હરેશ સોલંકીના આરોપથી આમ આદમી પાર્ટીના વધુએક ઉમેદવાર વિવાદમાં ફસાયા છે. જોકે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.
આ પહેલા 3 ઉમેદવાર વિવાદમાં
અસારવા બેઠકના ઉમેદવાર જે જે મેવાડા 300 કરોડના ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા છે. કલોલના વિરલગિરી ગૌસ્વામીએ આક્ષેપ કર્યો છે કે, જયંતીલાલ મેવાડાએ ફરજ દરમિયાન રૂ.300 કરોડનો ભ્રષ્ટાચાર કરીને અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં 59 મિકલત-જમીનની ખરીદી કરી હતી. સેશન્સ કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં નિવૃત્ત ડી.વાય.એસ.પી સહિત તેમના પત્ની, પુત્ર, પુત્રી સહિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિડેવિટમાં ઓછી મિકલત દર્શાવી અને ખોટું સોગંદનામું કરીને દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડ્યા.
આ પહેલા ગીર સોમનાથની વેરાવળ બેઠકના આપ ઉમેદવાર જગમાલ વાળા પણ તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. તેમણે દારૂ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ થતાં તેઓ વિવાદમાં ફસાયા હતા. આ ઉપરાંત વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. જેમાં ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. ઋત્વિજ પટેલે આરોપ લગાવ્યો હતો કે સ્વચ્છ છબીની છાપના દાવા કરતા આપના ઉમેદવારોની પોલ ખુલી છે. અને કોઈ પ્રદેશમાં ન મળ્યો હોય તેવો ગુજરાતમાં આપનો પરાજય થવાનો છે.
ADVERTISEMENT