ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા માટે વધુ એક અભિયાન છેડાયું, જાણો કોણ આવ્યું મેદાને

ભાવનગર: ગત વર્ષથી ધી ધીરે એક અભિયાન રાજ્યમાં આકાર લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. મોરારી બાપુ સહિત રાજકીય નેતાઓએ  ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત…

gujarattak
follow google news

ભાવનગર: ગત વર્ષથી ધી ધીરે એક અભિયાન રાજ્યમાં આકાર લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. મોરારી બાપુ સહિત રાજકીય નેતાઓએ  ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટેની વાત કરી હતી. હવે ભાવનગરમાં આ માટે એક અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટેની માંગણી કરવા  તળાજાનાંવિદ્યાર્થીઓ શિક્ષકોનાં માધ્યમથી વડાપ્રધાનને 75 હજાર પોસ્ટકાર્ડ લખશે.

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ રાષ્ટ્રીય નિર્માણ માટે સૌથી પહેલું રજવાડું દેશ માટે સમર્પિત કરનાર ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હતા. ત્યારે આ મહારાજાને ભારત રત્ન આપવાની માંગ થઈ રહી છે.  જોકે દાયકાઓથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટેની માંગ થઈ રહી છે. જે સંદર્ભે વધુ એક અભિયાન હાથ ધરાયું છે તળાજા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી ભારત રત્ન આપવાની માંગ કરશે. ભારત રત્ન આપવાના અભિયાનમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને સાધુ સંતો પણ જોડાશે

મોરારી બાપુએ સરકારને કર્યું સુચન
ભાવનગરના 300માં જન્મદિવસની ઉજવણી દરમિયાન કથાકાર મોરારી બાપુ   એ ભાવનગર   ના મહારાજાને મરણોત્તર ભારત રત્ન   આપવા સુચન કર્યું હતું. બાપુએ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ છે તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યોં છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં તેમણે કહ્યું કે, ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું નમ્ર સુચન છે.

આ પણ વાંચો: અન્ય રાજ્યમાં નિયમો તોડતા ચેતી જજો, એક દેશ એક ચલણ યોજનાથી મેમો સીધો ઘરે આવશે!

મહારાજ કૃષ્ણકુમાર સિંહજીનું અવસાન 1965આ થયું હતું 
પ્રજાલક્ષી રાજવી  મહારાજ કૃષ્ણકુમાર સિંહજી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને  દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

વિથ ઈનપુટ: નીતિન ગોહેલ ભાવનગર 

    follow whatsapp