અમદાવાદ: ગુજરાતભરમાં દિવસે ને દિવસે મોંઘવારી સતત વધી રહી છે, અને ઠંડીમાં પણ લોકો ઠુંઠવાઇ રહ્યા છે.મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. પેહલા પેટ્રોલ-ડીઝલ અને CNG હવે સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. આમાં મધ્યમ વર્ગીય ખુબ પીસાઈ જાય છે. સિંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30 નો વધારો થતાં ઘરનું બજેટ ખોરવાયું છે.
ADVERTISEMENT
સતત વધતી જતી મોંધવારી કારણે સામાન્ય માણસનુ બજેટ ખોરવાયું રહ્યુ છે. જીવન જરુરીયાતના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો છે. સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2730 થયા અને કપાસિયા તેલમાં રૂપિયા 5 નો વધારો થયો છે.
ડબ્બાનો 2700 થી વધી 2730 ભાવ થયો
એક તરફ નવી સિંગની આવક થઈ રહી છે ત્યારે નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડ્યો છે. કપાસિયા તેલના ડબ્બામાં 5 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે તો સીંગતેલમાં છેલ્લા બે દિવસ દરમિયાન ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2730 થયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ-હત્યા કેસ, મર્ડર કરીને બહાર આવતા પતિને જોનારા ગાર્ડે શું ખુલાસો કર્યો?
ડિસેમ્બરમાં થયો હતો વધારો
છેલ્લે વર્ષ 2022ના અંદાજે ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. ત્યારે હવે ફરી વધારો આવતા 2730 સુધી ડબ્બાનો ભાવ પહોંચ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT