રાજકોટ-જામનગર હાઇવે પર વધુ એક અકસ્માત, એક બાળકી સહિત ત્રણના મોત

જામનગર:  જીલ્લાના ધ્રોલ પંથકમાં એક સપ્તાહમાં ગમખ્વાર અકસ્માતની બીજી ઘટના સામે આવી છે.જેમાં મળતી માહિતી અનુસાર ગતરાત્રીના 1 વાગ્યાના અરસામાં ધ્રોલના જાયવા નજીક રાજકોટ લગ્નપ્રસંગમાં…

gujarattak
follow google news

જામનગર:  જીલ્લાના ધ્રોલ પંથકમાં એક સપ્તાહમાં ગમખ્વાર અકસ્માતની બીજી ઘટના સામે આવી છે.જેમાં મળતી માહિતી અનુસાર ગતરાત્રીના 1 વાગ્યાના અરસામાં ધ્રોલના જાયવા નજીક રાજકોટ લગ્નપ્રસંગમાં થી પરત જામનગર આવી રહેલ મૂળ જામનગરમાં જ રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી અને કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જયારે  બાળકીને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં જ મોત થયું હતું.

રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જામનગર હાઇવે ઉપર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી આશાપુરા હોટલ પાસે ગઈકાલે સાંજે ટ્રક પાછળ જામનગર તરફ જતી કાર ઘુસી જતા આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણના ઘટના સ્થળેજ મોત થયા હતા. અકસ્માતમાં   જામનગરના મુક્તાબેન ગિરધરભાઈ રામોલિયા તથા તેમના જમાઈ નયન દેવરાજભાઈ મોડિયા અને  દોઢ વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલા અન્ય મહિલા સહિત બેને ઈજા થતા તેમના સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે.

ત્રણ દિવસમાં કાર અકસ્માતની બીજી ઘટના 
રાજકોટ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત જામનગર જતા પટેલ પરિવારની કારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.  બે દિવસ પૂર્વે પણ ધ્રોલ નજીક અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા હતા. ત્યારે રાજકોટ જામનગર હાઇવે હવે લોકો માટે ભયજનક બન્યો છે.

આ પણ વાંચો: લલીત કગથરાએ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું, ઉમેદવારી ફોર્મમાં મિલકતો છુપાવી

પોલીસે કાર્યવાહી હાથ ધરી 
જાયવા નજીક અકસ્માતની ઘટનાની જાણ થતા  જ ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp