બજેટમાં મોટી જાહેરાત, કરવેરામાં કોઈ વધારો નહીં, CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો

ગાંધીનગર: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કરવેરામાં કોઈ વધારો ન કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાજ્ય સરકારના આત્મનિર્ભર ગુજરાત પેકેજ દ્વારા રાહત દરે અન્ન વિતરણ, સ્ટેમ્પ ડ્યૂટી, વ્હીકલ ટેક્સ, વીજળી શુલ્ક, પેટ્રોલ અને ડીઝલ પરના વેરા વગેરેમાં રાહત આપવામાં આવી છે.

CNG-PNG પરના વેરામાં ઘટાડો કરાયો
આ સાથે જ નાણામંત્રીએ ગૃહિણીઓ અને નાગરિકોને ઘરેલું વપરાશ માટેના PNG અને CNG ગેસ પરના વેરામાં ઘટાડો કર્યો છે અને તેને 15 ટકાથી ઘટાડીને 5 ટકા નક્કી કર્યો છે. આ ઘટાડાથી લોકોને વાર્ષિક આશરે 1000 કરોડની રાહત થશે. તથા હાલમાં લાગુ વેરાના દરમાં પણ કોઈ વધારો નહીં નાખવાની જાહેરાત કરી છે.

શિક્ષણ વિભાગ માટે જાણો કેટલું બજેટ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે 23109 કરોડની જોગવાઈ. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ 264 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટેની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઇ. એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા માટે 55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6 હજાર 64 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

    follow whatsapp