પાલનપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે કેમ 125 ગામોએ મોરચો માંડ્યો? ભાજપની પણ ચિંતા વધારી

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાની પાલનપુર સીટ પરથી છેલ્લી બે ટર્મથી વિજેતા બનતા કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે આંદોલનથી 125 ગામોના ખેડૂતોમાં ભારે રોષ છે. જેમાં કરમાવત…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાની પાલનપુર સીટ પરથી છેલ્લી બે ટર્મથી વિજેતા બનતા કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે આંદોલનથી 125 ગામોના ખેડૂતોમાં ભારે રોષ છે. જેમાં કરમાવત તળાવ અને સિંચાઈના પાણીમાં સરકાર સાથે લડત કરવામાં અને સંકલન કરી સમસ્યા દૂર કરવામાં મહેશભાઈ નિષ્ફળ નીવડતા અહીં કરમાવત તળાવ મુદ્દે મોટું આંદોલન છેડાયું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં નિષ્ફળ
જોકે આ આંદોલનમાં મુખ્ય હીરો તરીકે પૂર્વ ડેપ્યુટી ડીડીઓ અને માંણકા ગામના વર્તમાન સરપંચ એમ.એમ.ગઢવી બહાર આવ્યા હતા. જેમણે આંદોલનમાં સરકાર સામે સતત દેખાવો કરતા આખરે સરકાર ઝુકી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માંણકા ગામના વર્તમાન સરપંચ એમ.એમ. ગઢવી સાથે આગેવાનો રાખી બેઠક યોજી હતી અને આ તળાવ અને અન્ય સિંચાઈ વિકલ્પો માટે 750 કરોડ ખર્ચની જાહેરાત કરતા આંદોલન સમેટાયું હતું. જોકે આ બિનરાજકીય આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ પટેલ નિષ્ક્રિય રહેતા હવે આ મુદ્દે 125 ગામના આગેવાનોએ કોંગ્રેસના મહેશભાઈ સામે બળાપો કાઢ્યો છે.

125 ગામના લોકોએ સ્થાનિક નેતાને ચૂંટણી લડવા સજ્જ કર્યા
ઉપરાંત આ વિસ્તારમાં તેમના નેતાને હાલની ચૂંટણીમાં લડવા સજ્જ કર્યા છે. અને 125 ગામના આગેવાનોએ ગ્રાઉન્ડ જીરો પર લોકો અને ખેડૂતો સાથે રહેતા માંણકા ગામના વર્તમાન સરપંચ એમ.એમ. ગઢવીને પોતાના નવા નેતા જાહેર કર્યા છે. જેમાં પ્રથમ ભાજપ નિરીક્ષકો સમક્ષ અને તે બાદ સરકાર સુધી આ 125 ગામોના આગેવાનોએ પોતાની પસંદના નેતાને ટિકિટ આપવા માંગ કરતા ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે.

    follow whatsapp