બનાસકાંઠા: રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો (Anganwadi Workers) દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. એવામાં આંગણવાડી બહેનોની હડતાળથી સરકારી સેવા કામગીરી ખોરવાઈ છે. એવામાં હવે અધિકારી દ્વારા આંગણવાડી બહેનોને નોટિસ પાઠવવામાં આવી છે અને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે.
ADVERTISEMENT
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પર ઉતરેલી બહેનોને મોકલી નોટિસ
બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી તેડાગર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે આંગણવાડીમાં બાળકોના નાસ્તાની,
સગર્ભા મહિલાઓના આરોગ્ય તથા ટી.એચ.આરનું વિતરણ સહિત અન્ય સરકારી કામગીરી ખોરવાઈ ગઈ છે. એવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પરની બહેનોને નોટિસ આપી છે. જે મુજબ તેમને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે અને આમ ન કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે.
ગઈકાલે જીગ્નેશ મેવાણીએ કરી હતી રેલી
નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી હડતાળ કરી રહેલી આંગણવાડી બહેનો અચોક્કમ મુદતની હડતાલ પર ઉતરી છે. ગઈકાલે જ 300 જેટલી આંગણવાડી બહેનોએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે વડગામથી પાલનપુર સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે જ તેમણે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
શું છે આંગણવાડી બહેનોની માંગ?
- આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજીક સુરક્ષા આપવા,
- આંગણવાડી કર્મચારીઓને ઓછામાં ઓછું વેતન કાર્યકરને રૂ.18000 તથા હેલ્પરને રૂ.9000 પ્રતિ માસ ચૂકવવામાં આવે. મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે.
- નવી શિક્ષણ નિતી અંતર્ગત દેશના તમામ કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતા કાર્યકરને પૂર્વ પ્રાથમિક શિક્ષીકા તથા હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષિકા તરીકે હોદ્દો આપવાની નિતિ બનાવવામાં આવે.
- આંગણવાડીમાં કામ કરતા તમામ કર્મચારીઓને પી.એફ. પેન્શન, ગ્રેજ્યુઈટી તથા મેડીકલ સુવિધા આપવામાં આવે.
- આંગણવાડી કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની માફક જ પરચુરણર જા, હક્ક રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવામાં આવે.
- આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉંમરનો બાધ હઠાવી 100% જગ્યા સીનિયોરીટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT