અમદાવાદ નજીક મંદિરના પાયા ખોદતા જમીન દટાયેલી પૌરાણિક વાવ મળી, સોલંકી યુગ સાથે સંબંધ હોવાનો અંદાજ

અમદાવાદ: હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદના આસપાસમાં અનૈક પૌરાણિક વાવોનું બાંધકામ થયેલું છે. જોકે ઘણી વાવ હજુ પણ વર્ષોથી જમીનમાં દટાયેલી છે. ત્યારે દસ્ક્રોઈ વિધાનસભામાં…

gujarattak
follow google news

અમદાવાદ: હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદના આસપાસમાં અનૈક પૌરાણિક વાવોનું બાંધકામ થયેલું છે. જોકે ઘણી વાવ હજુ પણ વર્ષોથી જમીનમાં દટાયેલી છે. ત્યારે દસ્ક્રોઈ વિધાનસભામાં આવતા કાણીયલ ગામમાં મંદિરના બાંધકામ દરમિયાન પૌરાણિક વાવ મળી આવી છે. ગામના વડવાઓ વર્ષોથી ગામમાં કોઈ પૌરાણિક વાવ આવેલી હોવાનું કહેતા હતા પરંતુ આજ સુધી કોઈએ વાવ જોઈ નહોતી. અચાનક આ રીતે વાવ સામે આવતા ગામ લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

વર્ષોથી જમીનમાં દટાયેલી હતી વાવ
શહેરથી 30 કિલોમીટ દૂર આવેલા દસ્ક્રોઈના કાણીયલ ગામમાં અઠવાડિયા પહેલા ખોડિયાર માતાના મંદિર માટે પાયા ખોદવાની શરૂઆત કરવામાં આવી હતી. દરમિયાન ગામ લોકોને પગથિયા મળી આવ્યા. આથી ઉત્સુકતા જાગતી ખોદગામ આગળ વધાર્યું તો જમીનમાં દટાયેલી આખી પૌરાણિક વાવ મળી આવી હતી. વાવમાંથી 30 ફૂટની મૂર્તિઓ પણ મળી આવી છે.

વાવમાંથી પૌરાણિક મૂર્તિઓ મળી
ગત 13મી ફેબ્રુઆરીના રોજ ગામમાંથી વાવ મળી આવતા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ હેઠળ પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય દ્વારા સ્થળ અને માળખાનો પ્રારંભિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં વાવની ઉંમર અને સંરક્ષક વિશે વધુ જાણકારી મળી શકી નથી. આ સ્થળ પર પહેલાથી જ ખોડિયાર માતાના મંદિરનું જૂનું માળખું હતું અને તેની જગ્યાએ નવું મંદિર બાંધવામાં આવી રહ્યું હતું. આ માટે ખોદકામ ચાલી રહ્યું હતું. જોકે વાવના બાંધકામને જોતા તેનો સંબંધ સોલંકી કાળ સાથે સંકાળેયેલો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

સોલંકી યુગ સાથે ગામનો ઈતિહાસ હોવાનો અંદાજ
નોંધનીય છે કે, કાણીયલ ગામના લોકો પહેલાથી જ કહેતા હતા કે ગામનો ઈતિહાસ સોલંકી કાળ સાથે સંકળાયેલો છે. ગામની આસપાસમાં પહેલા એક શહેર પણ હતું, પરંતુ આસપાસના બે ગામો એવા હતા જ્યાં નદી નહોતી માત્ર વાવ હતી. જોકે ગામમાં આવી ચર્ચાઓ થતી પરંતુ કોઈએ આજ સુધી વાવ જોઈ નહોતી.

    follow whatsapp