અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પણ ટૂંક સમયમાં જાહેર થવાની તૈયારીમાં છે. આ દરમિયાન રાજકીય પક્ષો અને નેતાઓ જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે ત્યારે ભાજપ 12 ઓકટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરશે. આ સાથે કોંગ્રેસના વાંસદા વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલે સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે.
ADVERTISEMENT
11 દિવસની યાત્રા
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સતત ચર્ચામાં રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા હવે સંઘર્ષ યાત્રાનું આયોજન કરી અને લોકો સુધી પહોંચી અને લોકો માટે કરેલા કામ એન સંઘર્ષની ચર્ચા કરશે. અનંત પટેલ 10 ઓકટોબરથી સંઘર્ષ યાત્રાનું આયોજન કરશે જે 11 દિવસ અને 10 રાત્રિમાં પૂર્ણ થશે. જોકે કોંગ્રેસ પક્ષ કોઈ એક્શન મોડમાં આવ્યા નથી ત્યારે હવે ધારાયસભ્ય અનંત પટેલે વધુ એક વખત કોંગ્રેસને પાછળ રાખી અને યાત્રાનું આયોજન કરી દીધું છે.
440 કિમીની યાત્રા
અનંત પટેલની સંઘર્ષ યાત્રા ઉનાઈથી રૂમલા ધોલાર સુધીમાં કુલ 440 કિમીનું અંતર કાપશે. આ દરમિયાન સંઘર્ષ યાત્રામાં અનંત પટેલ સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. અનંત પટેલને કોંગ્રેસ ફરી વાંસદા બેઠક પરથી મેદાને ઉતારશે અને ચૂંટણી લડવાની અનંત પટેલે પૂર્ણ તૈયારી કરી દીધી છે. ત્યારે અનંત પટેલની સંઘર્ષ યાત્રા તેમના રાજકીય સમીકરણો મજબૂત કરશે.
નવસારીમાં જિલ્લામાં 1 જ બેઠક કોંગ્રેસના ફાળે
નવસારી જિલ્લામાં કુલ 4 વિધાનસભાની બેઠક છે જેમાંથી ત્રણ પર ભાજપ નેતૃત્વ કરી રહી ચએ જ્યારે એક બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. વાંસદા બેઠક પર કોંગ્રેસનો કબજો છે ત્યારે આગામી સમયમાં આવી રહેલી 2022 વિધાનસભાની ચૂંટણીને લઈ ધારાસભ્ય અનંત પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપે કોંગ્રેસના ગઢ સમાન વાંસદા વિધાનસભાને આચકી લેવા માટે લાંબા સમયથી કવાયત શરૂ કરી છે તો બીજી તરફ અનંત પટેલે આ બેઠક પર પરી નેતૃત્વ કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ પહેલા પણ ધારાસભ્ય અનંત પટેલે વાંસદા વિધાનસભામાં ‘મારું ઘર અનંતનું ઘર’ સ્લોગન સાથે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. જેમાં પોતાના મત વિસ્તારમાં જઈને પોતાના સમર્થકો સાથે તેઓ લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યા જાણીને દરેક ઘર પર મારું ઘર અનંતનું ઘર નામ વાળું સ્ટીકર લગાવ્યા હતા.
ADVERTISEMENT