Anant Ambani-Radhika Merchant pre-wedding: જામનગરમાં ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનો છેલ્લો દિવસ હતો. મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં મોટી-મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. ફંક્શનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અનંત અંબાણી સ્ટેજ પર ઊભેલા પંજાબી સિંગર દિલજીત સિંહને ખાસ રિક્વેસ્ટ કરતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
દિલજીત સિંહને અનંત અંબાણીએ કરી અપીલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્ટેજ પર પોતાના ગીતોથી માહોલ જમાવી રહેલા પંજાબી સિંગર દિલજીત સિંહને અનંત અંબાણી કહે છે કે દિલજીત ભાઈ હજુ 20 મિનિટ...જેના પર દિલજીત સિંહ તેમને કહે છે કે ભાઈ તમે કહો તો 20 મિનિટ શું 30 મિનિટ ગઈશ, પાર્ટી ચાલતી રહેવી જોઈએ. તેમનો જવાબ સાંભળીને અનંત અંબાણી અને હાજર મહેમાનો ખુશ-ખુશ થઈ જાય છે.
જામનગરમાં દિલજીતસિંહે જમાવ્યો માહોલ
આપને જણાવી દઈએ કે, અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં દિલજીત સિંહે જોરદાર માહોલ જમાવ્યો હતો અને જોરદાર પંજાબી ગીતો ગયા હતા. અનંત અંબાણીને દિલજીતસિંહ ખૂબ જ પસંદ છે. જેથી તેઓ ઈચ્છતા હતા કે તેમની પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે દિલજીતસિંહ જામનગર આવે. જેથી તેઓ જામનગર પહોંચ્યા હતા અને પરફોર્મ કર્યું હતું.
જુઓ વીડિયો....
ADVERTISEMENT