Anant Ambani ની ઘડિયાળ જોતા જ રહી ગયા માર્ક ઝકરબર્ગ, કિંમત જાણીને ચોંકી જશો

Anant Ambani-Radhika Merchant pre-wedding: જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે.

અંબાણીના દીકરાની ઘડિયાળ જોઈને ચોંકી ગયા ફેસબુકના માલિક

Anant Ambani-Radhika Merchant pre-wedding

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીનો છેલ્લો દિવસ

point

અનંત અંબાણીનો વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

point

અનંત અંબાણીની ઘડિયાળ ખૂબ જ પસંદ આવી

Anant Ambani-Radhika Merchant pre-wedding: જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈ રહ્યા છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે તેઓએ અનંત અંબાણીની ઘડિયાળ ખૂબ જ પસંદ આવી છે. માત્ર ઝકરબર્ગ જ નહીં, પરંતુ તેમના પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જામનગરમાં ચાલી રહેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ અને દુનિયાના તમામ દિગ્ગજો હાજર છે.

માર્ક ઝકરબર્ગને ગમી ગઈ અનંતની ઘડિયાળ

જામનગરમાં પ્રિ-વેડિંગ સેરેમનીમાં અનંત અંબાણીએ ઓડેમાર્સ પિગોટ રોયલ ઓક (Audemars Piguet Royal Oak) ની ખાસ ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળની કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પહેલીવાર નથી, જ્યારે અનંત અંબાણીએ આટલી મોંઘી ઘડિયાળ પહેરી હોય. 

આ પહેલા પણ થઈ હતી ઘડિયાળની ચર્ચા

આ પહેલા તેઓેએ એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના પહેલા દિવસે એન્ટ્રી કરી હતી, ત્યારે પણ તેમની ઘડિયાળ મીડિયામાં હેડલાઇન્સ બની હતી. ત્યારે અનંત અંબાણીએ પાટેક ફિલિપ્પે (patek philippe)ની ઘડિયાળ પહેરી હતી. તેની કિંમત 18 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે આ ઘડિયાળને બનાવવામાં 100,000 કલાકનો સમય લાગ્યો હતો.

વધુ વાંચો...સંપત્તિ મામલામાં અનંત અંબાણીથી કેટલી અમીર છે તેની થનારી દુલ્હનિયા રાધિકા મર્ચન્ટ? જાણો કપલની નેટવર્થ

દેશ-વિદેશના દિગ્ગજો જામનગરમાં

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં જામનગરમાં સેલિબ્રિટીઓનો જમાવડો છે. દેશ-વિદેશમાંથી સિનેમા, ક્રિકેટ અને રાજકારણના દિગ્ગજો જામનગર પહોંચ્યા છે. જેમાં પોપ સ્ટાર રિહાનાથી લઈને મહેન્દ્ર સિંહ ધોની, રણવીર સિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રણબીર કપૂર સુધીના તમામ મોટા નામ સામેલ છે.

    follow whatsapp