મુંબઈ: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચેન્ટની દીકરી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ. એન્ગેજમેન્ટ સેરેમીમાં રિંગ તેમનો ડોગ લઈને પહોંચ્યો હતો. આ પહેલા એન્ટીલિયામાં ગોળ ધાણા અને ચુંડદી ઓઢાડવાની વિધિ યોજાઈ હતી. આ અવરે અંબાણી પરિવારના સદસ્યોએ એક સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ આપી હતી, જેને નીતા અંબાણીએ લીડ કરી હતી.
ADVERTISEMENT
અનિલ-ટીના અંબાણી પણ પહોંચ્યા
અનંતની સગાઈમાં તેના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યા હતા. તે બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ સાથે જ સ્પોર્ટ્સ અને બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ એન્ગેજમેન્ટ સેલિબ્રેશનમાં જોવા મળ્યા. જેમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, એશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતા.
29 ડિસેમ્બરે બંનેના રોકા થયા હતા
એક દિવસ પહેલા બુધવારે કપલની મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. બંનેના રોકા પાછલા વર્ષે 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં થયા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ કપલ ટૂંક સમયમાં જ ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને વેપારી પરિવારોમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.
અનંત અંબાણી સાંભળે છે આ બિઝનેસ
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો હતો. તેઓ રિલાયન્સ ન્યુ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળી રહ્યા છે. હાલમાં, તેઓ રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે. તે જ સમયે, તેની કન્યા રાધિકા પણ તેના પિતાના વ્યવસાયમાં મદદ કરે છે.
અનંત અંબાણી-રાધિકાની સગાઈમાં પહોંચ્યો સલમાન, Ex ગર્લફ્રેન્ડ્સ પણ દેખાઈ
ADVERTISEMENT